Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અનેક લોકો આરટીઆઈની પ્રેક્ટીશ કરે છેઃ
જામનગર તા. ૧રઃ જામનગર મહાનગર પાલિકાના સિટી ઈજનેરને ધમકી આપી ખંડણી વસૂલવાની માંગણી કરનાર પૂર્વ કોર્પોરેટર અને વર્તમાન કોર્પોરેટરના પતિ એવા આરોપી આખરે ત્રણ માસ પછી ઝડપાયો છે.
જામનગર મહાનગર પાલિકા કચેરીમાં અમુક તત્ત્વો આર.ટી.આઈ. હેઠળ અરજી કરી માહિતી માંગ્યા પછી માલ પ્રેક્ટીશ કરતા હોવાની ચર્ચાઓ સતત થતી રહે છે.
ત્રણેક માસ પહેલા પૂર્વ કોર્પોરેટર તેજસી ઉર્ફે દિપુ પારિયાએ મહાનગર પાલિકાના સિટી ઈજનેર ભાવેશ જાનીને તેની ચેમ્બરમાં જઈ ધાક-ધમકી આપી રૂપિયા ૧ લાખની ખંડણી-હપ્તાની માંગણી કરી હતી અને હત્યા કરવાની પણ ધમકી આપી દીધી હતી.
આ પછી મહાનગર પાલિકાના ટેકનિકલ યુનિયન દ્વારા મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી અને અધિકારીની સુરક્ષા માટે માંગ કરી હતી. આ પછી સમસ્ત બ્રહ્મ સમાજે પણ રેલી કાઢી મ્યુનિ. કમિશનરને આવેદન પાઠવી રજૂઆતો કરી હતી.
જ્યારે સિટી ઈજનેર ભાવેશ જાનીએ પોતાને ધાકધમકી આપનાર વર્તમાન કોર્પોરેટર સમજુબેન પારિયાના પતિ અને પૂર્વ કોર્પોરટર દિપુ પારિયા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જો કે આ પછી આરોપી નાસી છૂટ્યો હતો, જેને આખરે ત્રણ માસ પછી ઝડપી લેવામાં સફળતા મળી હતી. હવે આજે તેને અદાલતમાં રજૂ કરાશે અને કદાચ રિમાન્ડની માંગણી પણ કરવામાં આવી શકે છે. ઉલ્લેખનિય છે કે, આ કેસ પહેલા વિપક્ષના અન્ય એક કોર્પોરેટર ફુરકાન શેખ સામે પણ લાંચનો ગુન્હો નોંધાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial