Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સીબીઆઈની કસ્ટડીમાં હોઈ, હમણાં જેલમુક્ત નહીં થાયઃ
નવી દિલ્હી તા. ૧રઃ મની લોન્ડરીંગ અને લીકર કૌભાંડમાં ફસાયેલા મુખ્યમંત્રી કેજરીવાલને મોટી રાહત મળી છે અને સુપ્રિમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા છે.
મની લોન્ડરીંગ અને લીકર પોલિસી કેસમાં જેલમાં કેદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવલને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. સુપ્રિમ કોર્ટે તેમની અરજી પર સુનાવણી કરતા દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને વચગાળાના જામીન આપી દીધા છે.
આ સાથે સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે જ્યાં સુધી મોટી બેન્ચ આ મામલે સુનાવણી કરશે ત્યાં સુધી તેમના જામીન ચાલુ રહેશે, જો કે કેજરીવાલને જામીન મળી ગયા હોવા છતાં તેઓ હાલ જેલમાંથી બહાર આવી શકશે નહીં, કેમ કે દિલ્હી સીએમને ઈડી કેસમાં જામીન મળી ગયા છે, પરંતુ હાલમાં સીબીઆઈ કસ્ટડીમાં છે એટલે કેજરીવાલ હાલ જેલમાં જ રહેશે.
કેજરીવાલને વચગાળાના જામીન આપતા કોર્ટે કહ્યું કે, 'ધરપકડ માત્ર પૂછપરછથી થઈ શકે નહીં'. તો કેજરીવાલના વકીલ વિવેક જૈને કહ્યું કેે, 'દિલ્હી હાઈકોર્ટમાં સીબીઆઈ કેસની સુનાવણી ૧૮ જુલાઈએ થવાની છે. આ મામલે નિર્ણય આવ્યા પછી જ ખબર પડશે કે કેજરીવાલ બહાર આવશે કે નહીં?' જો કે, કેજરીવાલ જેલમાંથી બહાર આવે તેવી શક્યતાઓ પ્રબળ છે.
કેજરીવાલને વચગાળાના જામીન આપતા કોર્ટે કહ્યું કે 'દિલ્હીના મુખ્યમંત્રી ૯૦ દિવસ કરતા વધુ સમયથી જેલમાં છે અને તેઓ ચૂંટાયેલા નેતા છે. હવે તેઓ આ પદ પર રહેશે કે નહીં તેનો ફેંસલો કેજરીવાલ જ કરશે. અમે નિર્ણયમાં ચૂંટણી ફંડને લઈને પણ સવાલો ઊઠાવ્યા છે.' ઉલ્લેખનિય છે કે, મની લોન્ડરીંગ એક્ટની કલમ ૧૯ ઈડીને અધિકાર આપે છે કે જો પુરાવાના આધારે એજન્સીને લાગે કે કોઈ વ્યક્તિ મની લોન્ડરીંગ માટે દોષિત છે, તો તે તેની ધરપકડ કરી શકે છે. આવી ધરપકડ માટે એજન્સીએ માત્ર આરોપીઓને કારણો આપવાના હોય છે.
સુપ્રિમ કોર્ટે કેજરીવાલના કેસ પર સુનાવણી હાથ ધરતા કહ્યું હતું કે આ મામલે ૩ જજોની બેન્ચ બનાવવામાં આવશે જે કેજરીવાલના કેસ પર સુનાવણી કરશે. આ સાથે એ પણ જણાવાયું કે સુપ્રિમ કોર્ટના આ ત્રણ જજોના નામ ખુદ સીજેઆઈ નક્કી કરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial