Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડોળા કાઢવાની બાબતે યુવાન પર ત્રણ શખ્સ તૂટી પડ્યાઃ
જામનગર તા. ૧૨: જામનગરના બેડેશ્વર નજીક ખોળમીલના ઢાળીયા પાસે ગઈરાત્રે એક યુવાન પર ત્રણ શખ્સે અગાઉની માથાકૂટનો ખાર રાખી છરી, ઢીકાપાટુથી હુમલો કર્યાે હતો. જ્યારે દિગ્વિજય ગ્રામમાં મહિલા પર પતિ, બે પુત્ર, પુત્રવધૂ તૂટી પડ્યા હતા. પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલા રામનગર પાસે ખોળમીલના ઢાળીયા નજીક રહેતા પરેશભાઈ ઝીણાભાઈ પીપરીયા પર અગાઉની માથાકૂટનો રાખ રાખી ગઈરાત્રે ખોળમીલના ઢાળીયા પાસે છરી, ઢીકાપાટુથી પ્રકાશ વિનોદભાઈ દંતેસરીયા, મનોજ વિનોદભાઈ તથા એક અજાણ્યા શખ્સે હુમલો કરી ઈજા પહોંચાડી હતી.
સારવારમાં ખસેડવામાં આવેલા પરેશભાઈએ આજે સવારે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ તેમના પુત્ર કૈલાસની આંખો મોટી હોવાથી અગાઉ પ્રકાશે અમારી સામે ડોળા કેમ કાઢે છે તેમ કહી બોલાચાલી કરી હતી. તેનો ખાર રાખી ગઈરાત્રે હુમલો કરાયો છે.
જામનગર તાલુકાના સીક્કા નજીક દિગ્વિજય ગ્રામમાં નિમાઝ કોલોનીમાં રહેતા ખીમી બેન વાલજીભાઈ ચૌહાણ અને તેમના પતિ વાલજીભાઈ, પુત્રી પુષ્પા, પુત્ર ધર્મેશ બુધવારની બપોરે પોતાના ઘરમાં હતા ત્યારે કોઈ બાબતે બોલાચાલી થયા પછી ખીમીબેનના પતિ વાલજીભાઈ કરશનભાઈ ચૌહાણ ઉશ્કેરાયા હતા. તેઓએ ઢીકાપાટુથી માર મારી ખીમીબેનને ગાળો ભાંડી હતી અને ઘરમાંથી નીકળી જવા કહ્યું હતું. તે પછી પુત્ર ધર્મેશે પણ માતાને ધોકો ફટકાર્યાે હતો.
તે પછી પિતા-પુત્ર ઘરમાંથી જતા રહ્યા હતા અને રાત્રે પરત આવ્યા હતા. આ વેળાએ પણ પતિએ ગાળો ભાંડી હતી. તે પછી ગઈકાલે ખીમીબેનના બીજા પુત્ર જગદીશ વાલજીભાઈ અને પુત્રવધૂ રેખાબેન જગદીશ ઘેર આવ્યા હતા. તેઓએ માતા સાથે ઝઘડો કર્યા પછી બહેન પુષ્પા પર કોઈ વસ્તુનો ઘા કર્યાે હતો અને પાઈપ કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ખીમીબેને પતિ, બે પુત્ર, પુત્રવધૂ સામે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial