Advertisement
Author: નોબત સમાચાર

વિભાપર ગામમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જાગૃતિલક્ષી કાર્યક્રમ

મહિલાઓને વિવિધ સરકારી યોજનાની માહિતી અપાઈઃ

જામનગર તા. પઃ જિલ્લા અને મહિલા અને બાળ અધિકારીની કચેરીના માર્ગદર્શન તળે શ્રી સરસ્વતી શિશુમંદિર વિદ્યાલય, વિભાપરમાં બાળકો માટે જાગૃતિલક્ષી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં કાયદાકીય સુરક્ષા, જેન્ડર ઈકવાલીટી, ગુડ ટચ એન્ડ બેડ ટચ, મહિલાઓને વિવિધ સરકારી યોજનાઓ અંગેની માહિતીની ટીમ દ્વારા આપવામાં આવી હતી.

ઉપરાંત સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઈઝડ સ્પોર્ટ સેન્ટર, મહિલા પોલીસ સ્ટેશન, ૧૮૧ મહિલા હેલ્પલાઈન, નારી અદાલત, મહિલા સુરક્ષા, વહાલી દીકરી યોજના જેવી વિવિધ યોજનાકીય માહિતી આપવામાં આવી હતી.

ઉકત કાર્યક્રમમાં શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલયના શિશુવિભાગના પ્રધાન આચાર્ય દમયંતીબેન અમરેલીયા, આચાર્ય હેમાંશુભાઈ પરમાર, ડીએચઈડબ્લ્યુના ડિસ્ટ્રીકટ કો ઓર્ડીનેટર અલ્પાબેન રાઠોડ, અસ્મિતાબેન સાદીયા, સ્ટાફગણ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh