Advertisement
Author: નોબત સમાચાર

નેપાળમાં બે બસ નદીમાં તણાઈ જતા ૬ ભારતીયો સહિત ૧૧ ના મૃત્યુઃ અન્યની શોધખોળ

ભયાનક ભૂસ્ખલન થતા દુર્ઘટના સર્જાઈઃ

કાઠમંડુ તા. ૧રઃ નેપાળમાં ભયાનક ભૂસ્ખલનથી બે બસો નદીમાં વહી જતા ૭ ભારતીય સહિત ૧૧ લોકોના મોત થયા છે. અન્યોની શોધખોળ થઈ રહી હોવાથી મૃતાંક વધી શકે છે.

નેપાળમાં મદન આશ્રિત હાઈ-વે પર ભૂસ્ખલનની ભયાનક ઘટના બની હતી, જેના કારણે લગભગ ૬૩ મુસાફરોને લઈ જતી બે બસો ત્રિશૂળી નદીમાં વહી ગઈ હોવાના અહેવાલ મળ્યા છે. બન્ને બસોમાં ડ્રાઈવરો સહિત કુલ ૬૩ મુસાફરો સામેલ હોવાની માહિતી છે.

ચિતવનના મુખ્ય જિલ્લા અધિકારી ઈન્દ્રદેવ યાદવે ઘટનાની પુષ્ટી કરતા કહ્યું કે, શરૂઆતની માહિતી મુજબ ભૂસ્ખલનને કારણે ર બસો સવારે આશરે ૩-૩૦ વાગ્યે નદીમાં વહી ગઈ હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં ૭ ભારતીયો સહિત કુલ ૧૧ લોકો મૃત્યુ પામી ગયા છે, જો કે અન્ય લોકોની શોધખોળ હજુ પણ જારી છે, તેથી મૃતાંક વધી શકે છે.

માહિતી અનુસાર ઘટના સ્થળે ભારે વરસાદને પગલે રેસ્ક્યુ અને શોધખોળ અભિયાનમાં ભારે તકલીફનો સામનો કરવો પડી શકે છે. આ ઘટના અંગે નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલે ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે નારાયણગઢ-મુગ્લિન રોડ પર ભૂસ્ખલનની લપેટમાં આવતા બસ નદીમાં વહી જતા લગભગ ૬૦ થી વધુ લોકો ગુમ છે.

નેપાળમાં જૂનથી જ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ભૂસ્ખલન અને પૂર જેવી ઘટનાઓને લીધે લોકોની હાલત દયનીય થઈ ગઈ છે. અનેક રસ્તા બંધ થઈ ગયા છે, તો અનેક નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. તાજેતરની ઘટના ચિતવન નજીક બની હતી. અહીં કાઠમંડુથી ગૌર તરફ જતી એક બસમાં ૪૧ લોકો સવાર હતા, જ્યારે બીરગંજથી કાઠમંડુથી જતી બસમાં ર૪ લોકો સવાર હોવાની માહિતી છે. આ બન્ને ત્રિશૂલી નદીમાં ખાબકી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh