Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફલ્લા તા. ૧૨: જામનગર તાલુકાના ફલ્લા ગામમાં રવિવારે અષાઢી બીજની શ્રી મોમાઈ માતાજીની ઉજવણી કરવામાં આવી હતી. સમસ્ત બાંજવા ભરવાડ પરિવાર દ્વારા સવારે ધ્વજા ચઢાવવામાં આવી હતી. વાજતે ગાજતે શ્રી મોમાઈ માતાની રથયાત્રા ફલ્લા ગામથી નીકળી હતી અને ધ્રાંગડા ગામમાં પહોંચી હતી. જ્યાં શ્રી મચ્છા માતાજીના મંદિરે શોભાયાત્રા પૂર્ણ થઈ હતી. જ્યાં ધ્વજા ચઢાવવામાં આવી હતી. બપોરે મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો હતો. રથયાત્રાનો દ્વારકાના મુળનાથની જગ્યાના મહંત શ્રી બાલારામ બાપુ, માતાજીના ભૂવા શ્રી ધનાભાઈ, મચ્છો માતાજીના ભૂવા ટીડાભાઈએ પ્રારંભ કરાવ્યો હતો. જિલ્લા પંચાયતના સદસ્ય કમલેશભાઈ ધમસાણિયા, અને સમસ્ત બાંજવા પરિવાર ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial