Advertisement
Author: નોબત સમાચાર

ઓમ રેસિડેન્સીમાં અસુવિધાઓની ભરમારઃ પાણીની સુવિધા પણ નથી

પ્રધાનમંત્રી આવાસ યોજનાના

જામનગર તા. ૧૧: જામનગરના મોહનનગર પાસે ગુલાબનગર વિસ્તારમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ ઓમ રેસિડેન્સીમાં અનેક અસુવિધાઓ અંગે કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં  આવી છે.

ઓમ રેસિડેન્સી કે ઓનર્સ એસો.ના પ્રમુખ ડી.એલ. પંડ્યા મંત્રી કમલેશ મકવાણાએ આ રજૂઆતમાં જણાવ્યું છે કે, આ સોસાયટીમાં પીવાના પાણીની અપૂરતી સુવિધા છે. કારણ કે બીલ ચઢત થતા તમામ નળ જોડાણો રદ્ કરાવ્યા છે, જે માટેની જમા કરાવાયેલ ડિપોઝિટની રકમ પરત આપવામાં આવતી નથી.

જુલાઈ ર૦ર૦ થી સપ્ટેમ્બર ર૦ર૦ સુધીના સમયનું ૯૭ હજારનું પાણીનું બીલ વધારે વસૂલવામાં આવ્યું છે. એ રકમ પરત કરવી જોઈએ. અન્ય એક પાણીના બીલમાં સોસાયટી પાસેથી રૂ.  ૧,૮૧,૦૦૦ ની મોટી વસૂલાત કરવામાં આવી છે.

હવે નવા નળ જોડાણ મેળવવા માંગણી કરી છે, તો તે મંજુર કરવામાં આવતી નથી. આથી રહેવાસીઓ પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સોસાયટીને સ્ટ્રીટ લાઈટની સુવિધા આપવામાં આવી નથી છતાં તેનો ચાર્જ વસૂલવામાં આવે છે.

અહિં ૩ થી ૪ હજાર લોકો વસવાટ કરે છે. છતાં સિટી બસની પણ સુવિધા મળતી નથી. જૂન ર૦ર૩ ના વાવાઝોડામાં કમ્પાઉન્ડ વોલમાં નુક્સાન થયું હતું છતાં જાડાએ દીવાલ બનાવાની તસ્દી લીધી નથી. ત્રણ વર્ષ પહેલા આકાશી વીજળી ત્રાટકતા અગાસીમાં કેટલાક ભાગને નુક્સાન થયું હતું. તેની પણ મરામત કરવામાં આવી નથી.

જાડાના અધિકારી એમ કહે છે કે એ તમારા ખર્ચ રીપેટ કરાવવાની રહે છે. આંતરિક રસ્તાઓ તૂટી ગયા છે. અગાસીના પાણીના સીન્ટેક્સની ટાંકી તૂટી ગઈ છે, તેની મરામત કરાવી આપવામાં આવતી નથી.

અનેક ફ્લેટ વેંચાણથી અને ભાડાથી આપી દેવામાં આવ્યા છે, છતાં નિયમ મુજબ પગલાં લેવામાં આવતા નથી. ગાર્ડનમાં મનોરંજક સાધનો ભંગાર હાલતમાં છે. અહિં ૩૪ દુકાનો બનાવાઈ છે. છતાં વેંચાણ થતું નથી. છ વર્ષથી તાળાબંધી દુકાનો ધૂળ ખાય છે. આ તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવે તે જરૂરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh