Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાલપુર અને કાલાવડના બે આસામી સહિત ચારે કરી વ્યાજખોરીની ફરિયાદઃ
જામનગર તા. ૨૦: જામનગરના એક આસામીએ રૂપિયા દોઢ લાખની રકમ વ્યાજે લીધા પછી વ્યાજ પેટે રૂ. ૩ લાખ ૬૭ હજાર ચૂકવ્યા પછી પણ તેને પજવવામાં આવતો હોવાથી મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. જ્યારે રૂ. પ હજારનું રૂ. ૧૫ હજાર વ્યાજ ચૂકવ્યા પછી પણ હેરાનગતિ કરાતા અન્ય આસામીએ પોલીસનું શરણું લીધુ છે. ઉપરાંત કાલાવડના એક આસામીએ મુદલ કરતા બમણું વ્યાજ ચૂકવ્યા પછી પણ ચેક લખાવી લઈ બાઉન્સ કરાવાયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને લાલપુરના આસામીએ ૩૦ ટકા વ્યાજ ચૂકવ્યાની ફરિયાદ થઈ છે.
જામનગરના ધરારનગર-૧ વિસ્તારમાં રહેતા ઈસ્માઈલ ઈબ્રાહીમભાઈ પારારી નામના આસામીએ બેડીની દીવેલીયા ચાલીમાં રહેતા ઈશાક હારૂન સાયચા સામે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ પૈસાની જરૂરિયાત ઉભી થતાં ઈશાક પાસેથી ગયા વર્ષે રૂ. પ હજાર ઈસ્માઈલભાઈએ દસ ટકાના વ્યાજે લીધા પછી રૂ. ૧૫ હજાર વ્યાજ પેટે ચૂકવી આપ્યા હોવા છતાં હજુ વધુ રકમની માગણી કરી ઈશાકે માર માર્યાે હતો અને પૈસા નહીં મળે તો વધુ માર ખાવો પડશે તેવી ધમકી આપી હતી. પોલીસે તેની સામે આઈપીસી ૨૨૩, ૫૦૪, ૫૦૬ (૧), મની લેન્ડર્સ એક્ટની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
કાલાવડના કુંભનાથપરામાં રહેતા સંજયભાઈ મનસુખભાઈ વાઘેલા નામના યુવાને ગઈકાલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, કાલાવડની શિતલા કોલોનીમાં રહેતા કનકસિંહ બનેસિંહ ચૌહાણ પાસેથી તેઓએ ફેબ્રુઆરી ૨૦૨૩માં રૂ. ૩૦ હજાર વ્યાજે લીધા હતા અને મોટરસાયકલ ગિરવે મૂક્યું હતું. દર મહિને રૂ. ૪૫૦૦ લેખે ગયા મે મહિના સુધીમાં સંજયભાઈએ રૂ. ૬૭૫૦૦ ચૂકવ્યા હોવા છતાં કનકસિંહ વધુ વ્યાજ માંગી ગાળો ભાંડતા હતા અને સંજયભાઈ પાસેથી કોરો ચેક પડાવી લઈ કનકસિંહે તેમાં રૂ. ૩,૬૮,૫૦૦ની રકમ લખી ચેક બેંકમાંથી બાઉન્સ કરાવી લીધો હતો. આ બાબતની સંજયભાઈએ ફોન પર વાત કરતા તેઓને ગાળો ભાંડવામાં આવી હતી. પોલીસે કનકસિંહ ચૌહાણ સામે ગુન્હો નોંધ્યો છે.
જામનગરના આંબેડકર ધામ પાસે રહેતા નવલસિંહ સરદારસિંહ પરમાર નામના યુવાનને ધંધામાં નુકસાની જતાં તેઓએ વર્ષ ૨૦૧૨માં પંચવટી ગૌશાળા પાસે રહેતા ઈન્દ્રજીતસિંહ રામદેવસિંહ જાડેજા પાસેથી રૂપિયા દોઢ લાખ સાત ટકાના વ્યાજે લીધા હતા. વ્યાજ પેટે રૂ. ૩ લાખ ૬૭ હજાર ચૂકવ્યા પછી પણ મૂળ રકમ રૂપિયા દોઢ લાખની ઈન્દ્રજીતસિંહ માગણી કરતા રહેતા હોવાથી નવલસિંહે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
લાલપુર શહેરમાં મેઈન બજાર પાસે રહેતા ઈરફાન આમદમિંયા કાદરી નામના આસામીએ દોઢેક વર્ષ પહેલાં લાલપુરના તબેલા શેરીમાં રહેતા સાજીદ ઈકબાલ સમા પાસેથી રૂ. ૧૦ હજાર હાથ ઉછીના લીધા પછી રોજના રૂ. ૧૦૦ લેખે એટલે કે મહિનાના ૩૦ ટકા લેખે વ્યાજ ચૂકવ્યું હોવા છતાં વધુ વ્યાજ અને મૂળ રકમની ઉઘરાણી કરી સાજીદ સમા પજવતો હોવાથી ઈરફાનમિંયાએ લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial