Advertisement
Author: નોબત સમાચાર

ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્ક-પટાવાળા-બિન-શૈક્ષણિક કર્મીઓની ભરતી કરવા સરકારને અંતિમ સ્મૃતિપત્ર

દ્વારકા જિલ્લાની અનેક શાળાઓ ક્લાર્ક-પટાવાળા વિહોણીઃ

ખંભાળિયા તા. ૧રઃ રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્ક-પટાવાળા-બિન-શૈક્ષણિક કર્મચારીઓ ભરવા શાળા સંચાલક મંડળે શિક્ષણ સચિવને અંતિમ સ્મૃતિપત્ર પાઠવ્યો છે.

રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓમાં વર્ષોથી બીન શૈક્ષણિક કર્મચારીઓની જગ્યાઓ ખાલી પડી હોય, રાજ્ય શાળા સંચાલક મંડળના મનુભાઈ રાવલ, ડો. શંકરસિંહ રાણા તથા ભાસ્કર પટેલ દ્વારા રાજ્યના શિક્ષણ કમિશનર તથા રાજ્યના મુખ્યમંત્રી શિક્ષણ મંત્રીઓને તાકીદે ભરતી કરવા અંતિમ સ્મૃતિપત્ર લખી રજૂઆત કરી છે.

રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓમાં વર્ષોથી ક્લાર્કની ભરતી કરવામાં ના આવતા અનેક શાળાઓમાં ૧ હેડ ક્લાર્ક, સિનિ. ક્લાર્ક, જુ. ક્લાર્ક, પટાવાળાની જગ્યાઓ ખાલી હોય, શાળાના વહીવટ સંચાલનમાં ખૂબ માઠી અસર થાય છે. દ્વારકા જિલ્લાની વાત કરીયે તો અનેક શાળામાં ૮/૧૦ વર્ષોથી ક્લાર્ક-પટાવાળા જ નથી.

સરકારી કચેરીઓની જેમ શાળાઓમાં ક્લાર્કની ભરતી કરવા નવા નિયમો માટે છ વર્ષોથી પ્રયત્નો થાય છે પણ નિયમો બન્યા જ નથી. કહેવાય છે કે નવા નિયમોના બનતા ભરતી પ્રક્રિયા ખોરંભે પડી છે. આગામી ૩૦ દિવસોમાં ખાસ કમિટીમાં ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્ક-પટાવાળાની ભરતી કરવા માટે માંગ કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh