Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નિફટીએ પણ ઐતિહાસિક સપાટી નોંધાવીઃ રોકાણકારો પર તેજીની મહેરઃ ઈન્ટ્રા-ડે ઉતાર ચઢાવ
મુંબઈ તા. ૧રઃ આજે શેરબજારમાં શુક્રવારની સવાર શુભ સંકેતો આપનારી નિવડી હતી અને રોકાણકારો પર તેજીની મહેર થઈ હોય તેમ પ્રારંભે જ ૯૯૬ ના ઉછાળા સાથે સેન્સેકસ ૮૦૮૯૩ની સપાટી વટાવી ગયો હતો અને નિફટી પણ ઉછળ્યો હતો, પરંતુ પછીથી ઈન્ટ્રા-ડે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે.
મેઘ મહેરની જેમ શેરબજારના રોકાણકારો પર તેજીની મહેર જોવા મળી છે. આજે સવારે સેન્સેકસ અને નિફટી આકર્ષક ઉછાળા સાથે ફરી ઓલટાઈમ હાઈ થયા હતાં. સેન્સેકસ ૯૯૬.૧૭ પોઈન્ટ ઉછળી ૮૦૮૯૩.પ૧ થયો છે. નિફટીએ પણ ર૪પ૦૦ નું લેવલ ક્રોસ કરી ર૪પ૯ર.ર૦ ની ઐતિહાસિક સપાટી નોંધાવી હતી. તે પછી ઈન્ટ્રા-ડે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે.
એફએમસીજી, મીડકેપ, ટેકનોલોજી શેર્સમાં ઉછાળાના પગલે સેન્સેકસ અને નિફટી તેજી તરફ આગેકૂચ કરતાં નજરે ચડ્યા છે. સેન્સેકસ સવારે ખૂલતાની સાથે જ ૩૯૭.૩પ પોઈન્ટના ઉછળ્યો હતો. રોકાણકારોની મૂડી રૂ. ર.૭પ લાખ કરોડ વધી છે. આમ તેજીની લહેર ચાલી રહી હોવાથી રોકાણકારો પર શુક્રવારે મહેર ઉતરી હોય તેમ જણાય છે.
૧૧.૧૦ વાગ્યે સેન્સેકસ ૭પર.૧૩ પોઈન્ટ ઉછળી ૮૦૯૪૯.૪૭ પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફટી ર૩૧.૭પ પોઈન્ટ ઉછળી ર૪પ૪૭.૭૦ પર ટ્રેડ થઈ રહ્યો હતો. મીડકેપ સેગમેન્ટમાં બુલિશ ટ્રેન્ડ જળવાઈ રહ્યો છે. સતત પાંચમાં ટ્રેડિંગ સેશનમાં મીડકેપ નવી રેકોર્ડ ટોચ નોંધાવી છે. ત્રિમાસિક પરિણામોની સિઝન શરૂ થઈ ચૂકી છે. ગઈકાલે દેશની ટોચની આઈટી કંપની ટીસીએસના જૂન ત્રિમાસિક પરિણામો અપેક્ષા કરતાં વધુ સારા રહ્યા હોવાથી આજે આઈટી અને ટેકનોલોજી શેર્સમાં બમ્પર ઉછાળો જોવા મળ્યો છે. ટીસીએસનો શેર આજે ૪.ર૦ ટકા ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. હવે ઈન્ફોસિસના પરિણામ નજર રાખતા આજે ઈન્ફોસિસના વોલ્યૂમ વધ્યા હતાં.
વરસાદ સારો રહેવાના સંકેત સાથે ગ્રામીણ માગ વધવાનો આશાવાદ છે. જેના પગલે એફએમસીજી અને ઓટો શેર્સમાં ખરીદી વધી છે. એનર્જી એફએમસીજી, આઈટી, ટેકનોલોજી ઈન્ડેકસ, સર્વોચ્ચ ટોચ નોંધાવી છે. છેલ્લા કેટલાક દિવસોથી ઓલટાઈમ હાઈ બનાવ્યા બાદ પ્રોફિટ બુકિંગ વધતાં આજે ઓટો, હેલ્થકેર, રિયાલ્ટી, કેપિટલ, ગુડ્ઝ, પાવર, કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેકસ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial