Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં બેડીબંદર રીંગરોડ પર 'જાડા'ના રોડ જંકશનથી દરગાહ સુધીનો માર્ગ ત્રણ માસ માટે બંધ

ભૂગર્ભ ગટરની પાઈપલાઈનની કામગીરી માટે

જામનગર તા. ૧રઃ ભૂગર્ભ ગટરની પાઈપલાઈનની કામગીરી માટે બેડીબંદર રોડ ત્રણ માસ સુધી રોડ બંધ રહેશે. આ અંગે મહાનગરપાલિકાના કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

જામનગરમાં બેડીબંદર રીંગરોડ પર ભૂગર્ભ ગટરની પાઈપલાઈનનું કામ કરવાનું હોવાથી વાહનવ્યવહાર માટે આ રોડ ત્રણ માસ સુધી બંધ રહેશે, તે માટેનું જાહેરનામું મ્યુનિ. કમિશનર દ્વારા ગઈકાલે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

જામનગર મહાનગર પાલિકાના કમિશનર તથા જામનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળના ચેરમેન દ્વારા જામનગર મહાનગર પાલિકાની હદમાં 'બેડીબંદર રીંગરોડ' પર જાડાના રોડ જંકશનથી જાડાના ૧૮ મીટર ડી.પી. રોડ પર આવેલ દરગાહ સુધી ભૂગર્ભ ગટર પાઈપલાઈન નાખવાની કામગીરી અનુસંધાને સલામતીના ભાગરૂપે તેમજ અકસ્માત નિવારણના હેતુથી તા. ૧ર-૭-ર૦ર૪ થી તા. ૧૧-૧૦-ર૦ર૪ સુધી તમામ વાહનવ્યવહાર બંધ રાખવા જાહેર નોટીસ બહાર પાડવામાં આવે છે, જેની અમલવારી માટેનો હુકમ કરવામાં આવ્યો છે. જે કોઈ વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે તેની સામે નિયમ મુજબ દંડની કાર્યવાહી કરવામાં આવશે.

બેડીબંદર રીંગરોડ પર જાડાના રોડ જંકશનથી જાડાના ૧૮ મીટર ડી.પી. રોડ પર આવેલ દરગાહ તરફ જવાનો રસ્તો બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે જાડાના ૧૮ મીટર ડી.પી. રોડ પર આવેલ દરગાહની સામે જય બજરંગ રોડ લાઈન્સવાળી ગલીથી પુષ્પક પાર્ક-ર થઈ તિરૂપતિ પાર્ક-ર ની શેરી નં. ૭ એ થઈ તિરૂપતિ સોસાયટી મેઈન રોડ થઈ નીલકંઠ પાર્ક મેઈન રોડ થઈ બેડીબંદર રીંગરોડ તરફ જવાનો રોડ તથા તેને સંલગ્ન અન્ય રસ્તાઓ ચાલુ રહેશે.

બેડીબંદર રીંગરોડ પર જાડાના રોડ જંકશનથી જાડાના ૧૮ મીટર ડી.પી. રોડ પર આવેલ દરગાહ તરફ જવાનો રસ્તો બંધ રહેશે. જેની વૈકલ્પિત વ્યવસ્થા માટે જાડાના ૧૮ મીટર ડી.પી. રોડ પર આવેલ દરગાહની સામે આવેલ પુષ્પક પાર્ક-૩ ની આંતરિક શેરીઓ થઈ હમ્મી-ડમ્મી સ્કૂલ થઈ યોગેશ્વર ધામ સોસાયટી થઈ નીલકંઠ પાર્ક મેઈન રોડ થઈ બેડીબંદર રીંગરોડ તરફ જવાનો રોડ તથા તેને સંલગ્ન અન્ય રસ્તાઓ ચાલુ રહેશે તેમ કમિશનર, જામનગર મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh