Advertisement
Author: નોબત સમાચાર

જી.જી. હોસ્પિટલના પટાવાળાના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરતી અદાલત

એસીબીના છટકામાંથી આબાદ સરકી ગયો હતોઃ

જામનગર તા. ૧૨: જામનગરની જી.જી. હોસ્પિટલના મેડિસીન વિભાગના એક પટાવાળાએ રૂ. ૪૫ હજારની લાંચ માંગ્યાની અને તેમાંથી રૂ. ૨૦ હજાર લઈ લીધાની ફરિયાદ એસીબીમાં થયા પછી બાકીના રૂ. ૨૫ હજાર આપતી વેળાએ ગોઠવાયેલા છટકામાંથી આ પટાવાળો બચી ગયો હતો. તેની બુધવારે ધરપકડ કર્યા પછી એસીબીએ ગઈકાલે રિમાન્ડ માંગતા તેના ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.

જામનગરના એક શિક્ષકે બીમારી માટેનું સર્ટિફિકેટ મેળવવા માટે જી.જી. હોસ્પિટલ સ્થિત મેડિસીન વિભાગનો સંપર્ક કર્યાે હતો. જ્યારે આ ઓફિસના પટાવાળા અશોક પરમારનો ભેટો થયો હતો. અશોકે તે સર્ટિફિકેટ કઢાવવા માટે રૂપિયા આપવા પડશે તેમ કહ્યા પછી બંને વચ્ચે રૂ. ૪૫ હજાર આપવાનું નક્કી થયું હતું. જેમાંથી રૂ. ૨૦ હજાર અપાઈ ગયા હતા અને બાકીના રૂ. રપ હજાર આપતા પહેલાં શિક્ષકે એસીબીમાં ફરિયાદ કરી હતી.

તે ફરિયાદના અનુસંધાને ગઈ તા.૭ જુનના દિને અમરેલી એસીબીએ જી.જી. હોસ્પિટલમાં જ છટકુ ગોઠવ્યું હતું પરંતુ છટકાની ગંધ આવી જતાં અશોક પરમાર આબાદ સરકી ગયો હતો. તેની સામે ગુન્હો નોંધાયા પછી એસીબીએ શોધખોળ શરૂ કરી હતી.

આ પ્રકરણ જી.જી. હોસ્પિટલમાં ચર્ચાસ્પદ બન્યું તે દરમિયાન આરોપી અશોક પરમારે આગોતરા જામીન મેળવવા માટે અદાલતમાં અરજી કરી હતી. તે અરજી રદ્દ થતાં બુધવારે બપોરે અશોક પરમાર એસીબી સમક્ષ હાજર થઈ ગયો હતો. તેને ગઈકાલે એસીબીએ રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કર્યાે હતો. જ્યાં જિલ્લા સરકારી વકીલ જમન ભંડેરીએ કરેલી દલીલોને ગ્રાહ્ય રાખી અદાલતે આરોપીને ચાર દિવસના રિમાન્ડ પર સોંપ્યો છે. એસીબીએ આરોપીની ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh