Advertisement
Author: નોબત સમાચાર

બર્ધનચોક વિસ્તારમાંથી ફેરિયાઓનો માલસામાન, રેંકડી જપ્ત કરાયા

મનપાની એસ્ટેટ શાખા દ્વારા

જામનગરના બર્ધનચોક વિસ્તારમાં ગઈકાલે સાંજે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને બે ટ્રેક્ટરમાં ભરાય તેટલો માલસામાન મહાનગરપાલિકાએ કબજે કર્યો હતો. જામનગરના બર્ધનચોક વિસ્તારમાં રેંકડી-પથારાવાળાઓ જાહેર રોડ ઉપર આડેધડ ઊભા રહેતા, પથારા પાથરી બેઠા રહેતા હોવાથી ટ્રાફિક સમસ્યા ઊભી થવા પામે છે. ઉપરાંત સ્આ માર્ગેથી સિટી બસ પસાર થઈ શકતી નથી. બે દિવસ પહેલા પણ મહાનગરપાલિકાએ દબાણ હટાવ ઝુંબેશ હાથ કરી હતી, પરંતુ ફરી વખત ગઈકાલે ધંધાર્થીઓ ત્યાં ગોઠવાઈ જતા મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ ગત્ સાંજે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી, અને બે ટ્રેક્ટર ભરીને માલસામાન, રેંકડીઓ વગેરે કબજે કર્યા હતાં, અને મોડી સાંજ સુધીમાં બર્ધનચોકથી માંડવી ટાવર સુધીનો માર્ગ ખુલ્લો અને દબાણમુક્ત થઈ ગયો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh