Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોણા ત્રણ વર્ષ પહેલાં યુવાનની થઈ હતી હત્યાઃ
જામનગર તા. ૫:ઓખા મંડળના સુરજકરાડીમાં પોણા ત્રણ વર્ષ પહેલાં સંતાનને મળવા ગયેલા એક યુવાનને માર મારી પત્ની, સાસુ, સાળાએ મોતને ઘાટ ઉતારી દીધાની પોલીસમાં ફરિયાદ થઈ હતી. આ ગુન્હામાં પોલીસે ત્રણેય આરોપીનો છૂટકારો કર્યાે છે.
દ્વારકા શહેરમાં રહેતા ખેંગારભા સુમલાભા માણેકના લગ્ન સુરજકરાડીના બુધાભા ભઠડના પુત્રી સમજુબેન સાથે થયા પછી તેઓને સંતાનમાં પુત્ર પ્રાપ્ત થયો હતો. તે પછી બંને વચ્ચે મનદુખ થતાં સમજુબેન માવતરે ચાલ્યા ગયા હતા.
તે દરમિયાન ગઈ તા.૨-૬-૨૧ના દિને ખેંગારભા પોતાના સંતાનને મળવા માટે સાસરે આવ્યા ત્યારે સમજુબેન તેમજ સાળા ખેંગારભા બુધાભા, સાસુ ધનબાઈએ હુમલો કરી માર મારતા ગંભીર ઈજા પામેલા ખેંગારભાનું મૃત્યુ થયું હતું. તેઓનો મૃતદેહ ઠંડા પીણાની એક દુકાન પાસે પડ્યો હતો. તેને મૃતકના ભાઈ કનુભા માણેકે જોયા પછી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મૃતકના પત્ની, સાળા, સાસુ સામે હત્યાનો ગુન્હો નોંધી ધરપકડ કરી હતી.
ઉપરોક્ત કેસ દ્વારકાની સેશન્સ કોર્ટમાં ચાલી જતાં અદાલતે આરોપીઓનો છૂટકારો કર્યાે છે. આરોપી તરફથી વકીલ જીતેન્દ્ર હિંડોચા, પી.એમ. ઠાકર, અભિષેક ધ્રુવ, નિરવ સામાણી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial