Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના પતિનું પોલીસે નોંધ્યું નિવેદનઃ
જામનગર તા. ૫: જામજોધપુરના ગીંગણી ગામના એક પ્રૌૈઢાએ ગઈકાલે ખેતરમાં ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવી લીધુ છે. લોહી ઉડી જવા તથા તાવની બીમારીથી લાંબા સમયથી પીડાતા આ પ્રૌઢાએ જિંદગીનો અંત આણ્યાનું તેમના પતિએ પોલીસ સમક્ષના નિવેદનમાં જણાવ્યંુ છે.
જામજોધપુર તાલુકાના ગીંગણી ગામમાં રહેતા જયાબેન રમેશભાઈ વારસાકીયા નામના પંચાવન વર્ષના પ્રૌઢાએ ગઈકાલે બપોરે બોરાડુ વાડી વિસ્તારમાં આવેલા વરૂણભાઈ વિરમગામા નામના ખેડૂતના ખેતરમાં દોઢ વાગ્યાથી બે વાગ્યા દરમિયાન ગળાફાંસો ખાઈ લીધો હતો.
આ પ્રૌઢા લાંબા સમયથી તાવની તેમજ લોહી ઉડી જવાની બીમારીથી પીડિત હતા. સારવાર લેવા છતાં સારૂ થતું ન હોવાથી કંટાળી ગયેલા જયાબેને ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે. તેમના પતિ રમેશભાઈ કાનજીભાઈ વારસાકીયાએ પોલીસને જાણ કરી છે. પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial