Advertisement
Author: નોબત સમાચાર

જામનગર તથા ખંભાળિયામાંથી મેચનો સટ્ટો રમતા ચાર શખ્સને ઝડપી લેવાયા

બે મોબાઈલ, રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરાયોઃ

જામનગર તા. ૫: જામનગરના હવાઈચોક તથા ખંભાળિયામાં બે સ્થળે આઈપીએલની મેચનો સટ્ટો રમતા ચાર પન્ટરને પોલીસે પકડી પાડી મોબાઈલ, રોકડ રકમ કબજે કર્યા છે.

જામનગરના હવાઈચોક વિસ્તારમાં આવેલી પાનની એક દુકાન પાસે ગઈકાલે સાંજે ઉભા રહી ત્યાં મુકવામાં આવેલા ટીવીમાં ગઈકાલની આઈપીએ મેચનો સ્કોર નિહાળી સટ્ટો રમતા વિનોદ દામજીભાઈ મંગે ઉર્ફે ભાખરો તથા અમિત કેશુભાઈ લાલવાણી નામના બે શખ્સને સિટી-એ ડિવિઝનના સ્ટાફે પકડી પાડી રૂ. ૧,૫૫૦ રોકડા કબજે કર્યા છે.

ખંભાળિયામાં ગઈકાલે સાંજે આઈપીએલની મેચ પર સટ્ટો રમી રહેલા રિશીત અરૂણભાઈ ગોકાણી નામના શખ્સને ખંભાળિયા પોલીસે પકડી પાડી તેનો મોબાઈલ તથા રોકડ મળી રૂ. ૫૬૦૦નો મુદ્દામાલ કબજે કરી લીધો છે.

ખંભાળિયામાં જ શિરેશ્વર મંદિર નજીક ઉભા રહી પોતાના મોબાઈલમાં એક આઈડીથી ગઈકાલની આઈપીએલની મેચનો સટ્ટો રમતા દેવદાસ ધીરૂભાઈ લુણા નામના શખ્સને પોલીસે ઝડપી લીધો છે. તેનો મોબાઈલ તથા રોકડ મળી રૂ. ૫૮૦૦ કબજે કરાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh