Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેજરીવાલને કાવતરૂ રચીને ફસાવાયા હોવાનો આક્ષેપઃ
નવી દિલ્હી તા. પઃ આમઆદમી પાર્ટીના સાંસદ અને લીકર કેસમાં જામીન પર છૂટેલા સંજયસિંહે ભાજપ પર સણસણતા અને ગંભીર આક્ષેપો કર્યા છે.
દિલ્હી લીકર કૌભાંડમાં ફસાયેલા આપ સાંસદ સંજયસિંહને સુપ્રિમકોર્ટ દ્વારા જામીન આપ્યા પછી તેમણે પત્રકાર પરિષદને સંબોધી હતી. આ પત્રકાર પરિષદમાં તેમણે ભાજપને ઘેરવાનો પ્રયાસ કરતા તેની સામે ગંભીર આક્ષેપો કર્યા હતાં.
સંજયસિંહે કહ્યું કે, કેજરીવાલને ફસાવી દેવા માટે ભાજપ દ્વારા આ કાવતરૃં ઘડવામાં આવ્યું હતું. દિલ્હી લીકર પોલિસી કૌભાંડ આમઆદમી પાર્ટી કે કેજરીવાલે નહીં પરંતુ ભાજપે કર્યુ છે. ભાજપના મોટા નેતાઓ આ કૌભાંડમાં સંડોવાયેલા છે.
કેજરીવાલની પ્રશંસા કરતા સંજયસિંહે કહ્યું કે, એ તો લોકો માટે કામ કરનારા મુખ્યમંત્રી છે. તેમણે ષડયંત્રમાં ફસાવીને જેલમાં નાખી દેવામાં આવ્યા.
સંજયસિંહે વધુમાં કહ્યું કે, 'આજે હું તમને જણાવવા આવ્યો છું કે, અરવિંદ કેજરીવાલની કાવતરૂ રચીને ધરપકડ કરવામાં આવી છે. ર કરોડ લોકો માટે કામ કરનારા મુખ્યમંત્રીને જેલમાં ધકેલી દેવાનું આયોજન છે...? હું તેને જાહેર કરીશ. હું ભાજપ દ્વારા કરાયેલી લીકર પોલિસી કૌભાંડનો પર્દાફાશ કરીશ.
આપ નેતાએ વધુમાં જણાવતા કહ્યું કે, સાક્ષીઓના નિવેદનો બળજબરીપૂર્વક બદલવામાં આવ્યા. મંગુથા રેડ્ડીની તસ્વીર વડાપ્રધાન મોદી સાથે છે. ૧૬મી જુલાઈએ તે અમારી વિરૂદ્ધ નિવેદન આપે છે. ભાજપના ષડયંત્રમાં સામેલ થાય છે. આ પછી તેને ૧૮મી જુલાઈએ જામીન આપી દેવામાં આવે છે. વડાપ્રધાન સાથે તેમનો શું સંબંધ છે...? તે વડાપ્રધાનની તસ્વીર લગાવીને વોટ માંગી રહ્યો છે. ટીડીપીએ તેને ટિકિટ આપી છે અને ટીડીપી એનડીએમાં સામેલ છે.
નોંધનીય છે કે, દિલ્હી લીકર પોલિસી કેસમાં સંજયસિંહને મંગળવારે સુપ્રિમકોર્ટે જામીન આપ્યા હતાં. આ પછી તેઓ બુધવારે સાંજે તિહાર જેલમાંથી બહાર આવ્યા હતાં. ગયા વર્ષે ઓક્ટોબરમાં ઈડી દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં ર૧-માર્ચે ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. હાલમાં કેજરીવાલ તિહાર જેલમાં ન્યાયિક કસ્ટડીમાં છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial