Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાઈકમાન્ડે લીલીઝંડી આપી દીધી?
રાજકોટ તા. પઃ રાજકોટમાં ક્ષત્રિય સમાજના વિવાદ વચ્ચે પરસોત્તમ રૂપાલાએ પ્રચાર શરૂ કરતા રાજકારણ ગરમાયું છે, કારણ કે રૂપાલાની ટિકિટ રદ્ કરવાની માંગણી પર ક્ષત્રિય સમાજ અડગ છે.
રાજકોટમાં વિવાદ વચ્ચે પરસોત્તમ રૂપાલાએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. તેમણે દિલ્હીથી પરત ફર્યા પછી આશાપુરા માતાજીના દર્શન કરી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. બીજી તરફ રૂપાલાની ટિકિટ રદ્ કરવાની ક્ષત્રિય સમાજની માંગ યથાવત્ છે, અને ક્ષત્રિય સમાજ આ માંગણી પર અડગ છે.
મંદિરમાં રૂપાલાએ આશાપુરા માતાજીને ચૂંદડી ચડાવી પ્રસાદ ધર્યો છે, તેમજ દિલ્હીથી રાજકોટ પહોંચ્યા પછી ચૂંટણી પ્રચાર શરૂ કરતા જાણે રાજ્યમાં વિરોધથી કોઈ ફરક નથી પડ્યો તેવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે, અને રાજકારણ ફરી ગરમાયું છે.
ઉલ્લેખનિય છે કે, કેન્દ્રિય મત્સ્યોદ્યોગ, પશુ સંવર્ધન અને ડેરી મંત્રાલયના મંત્રી પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી જુના જમાનાના રાજવીઓ અંગેની ટિપ્પણીઓ અંગેનો વાઈરલ થયેલા વીડિયોનો વિવાદ શમવાનું નામ લઈ રહ્યો નથી. રૂપાલાની શાબ્દિક ટિપ્પણીને કારણે ભાજપની મુશ્કેલીમાં પણ વધારો થયો છે. જેમાં વિવિધ શહેરોમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં પરસોત્તમ રૂપાલાની ટિપ્પણી વિરૂદ્ધ રાજપૂત સમાજના કેટલાક અગ્રણીઓ હવે રસ્તા પર ઉતરી આવ્યા છે.
રાજકોટની સ્થાનિક કોર્ટમાં રૂપાલા વિરૂદ્ધ ફરિયાદ પણ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તો રૂપાલાના પૂતળાનું દહ્નનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. આ સિવાય ઘણાં જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શનો અને જિલ્લા કચેરીમાં આવેદન આપવાના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. આ જ રીતે સમગ્ર સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર વિરોધ પછી આ મુદ્દે રાજ્યભરમાં પડઘા પડી રહ્યા છે. તેથી હવે અંતિમ નિર્ણય ભાજપ હાઈકમાન્ડે જ લેશે તેમ જણાય છે. બીજી તરફ રૂપાલાએ પ્રચાર શરૂ કરી દેતા હાઈકમાન્ડે તેને લીલીઝંડી આપી હોવાની અટકળો પણ થવા લાગી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial