Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગરપાલિકાની આવકના લેખાજોખાઃ
જામનગર તા. પ : જામનગર મહાનગરપાલિકા દ્વારા ગત નાણાકિય વર્ષમાં મિલકત વેરાની ૧ર૩ કરોડ અને પાણી વેરાની ૧પ કરોડથી વધુ આવક કરવામાં આવી છે. જુના વોર્ડ નંબર ૭,૯ અને ૧૬ માં આવકનું પ્રમાણ ખૂબ જ ઓછું છે.
જામનગર મહાનગર પાલિકાએ વર્ષ ર૦ર૩-ર૪ માં મિલકત વેરાની ૧ર૩૦૮૭૬૧૪૭ અને પાણી ચાર્જની ૧પ૭પ૬૩૮૪૯ ની આવક મેળવી છે. ટેકસમાં હજુ જુના વોર્ડ મુજબ ૧૯ વોર્ડની પ્રમાણે ગણતરી કરવામાં આવે છે. વોર્ડ નં.૧માં મિલકત વેરાની ર૦૬૩૩૯પ૮ અને પાણી ચાર્જની પ૦૪૯૩૮૦ ની આવક થઈ છે. તેવી જ રીતે અનુક્રમે વોર્ડ નંબર ર માં ૯૩રપર૭૭૦ અને ૧૩૧૩૦૩૯૩, વોર્ડ નંબર ૩ માં ૬રર૮પ૧૧૪ અને ૧૧૧પ૦૯૦૮, વોર્ડ નંબર ૪ માં ૮૮૯૦૯૬૪૧ અને ૧૧પ૪૧ર૦૯, વોર્ડ નંબર પાંચમાં ૧૧પ૬૧૪૬૦૭ અને ૧રર૦૯૧૭૩, વોર્ડ નંબર ૬ માંરૂ. ર૮૩પ૭૬૯૭ અને રૂ. ર૮પ૮૬૩૩, વોર્ડ નં.૭માં ૭પ૯૧૮૭૯, ૪ર૧૯૭૪૪, વોર્ડ ૮માં રૂ. ર૬૬૭૧૦૭૧ અને રૂ. પ૧૮૬ર૬૯, વોર્ડ નં.૯માં પપ૧૬૮૯૩ અને ર૧૧૮૬૦૧, નં.૧૦માં ર૬૦૧૭૧૩૩ અને ૪ર૯૯૬પ૧ વોર્ડ નં.૧૧ માં ૯૯૭પપ૬ અને ર૪૧૩૬૭ર, વોર્ડ નં. ૧ર માં ૩૦૦૭૭પ૭૧ અને પ૬૯૩૦૧૬, વોર્ડ નં. ૧૩ માં રૂ. ૧૪૧૮૧૭૬૮૩ અને ર૯૬૩૯ર૦પ, વોર્ડ નંબર ૧૪ માં ૪રર૬પર૩૭ અને ૮૦૮૪રરર, વોર્ડ નંબર ૧પમાં ૩૯૩ર૧૦૭૩૬ અને ૯૯૬૦૩૩પ, વોર્ડ નંબર ૧૬ માં પ૩૩૬૦૦પ અને ૧૮૬પ૭પ૩, વોર્ડ નંબર ૧૭ માં ૭પ૪૦૪૮૩૧ અને ૧૪પ૮૧૮૦૭, વોર્ડ નંબર ૧૮ માં ૧ર૩૩૩પ૩૯ અને ૩૪પ૪ર૪પ અને વોર્ડ નંબર ૧૯ માં અનુક્રમે રૂ. ૪પ૬૦૪ર૧૯ અને રૂ. ૯૪૦૭૬૩૩ ની આવકનો સમાવેશ થાય છે. વોર્ડ ૭,૯ અને ૧૬ માં મિલકત વેરાની આવક ઓછી થવા પામી છે. જ્યારે વોર્ડ નંબર ૯ માં પાણી ચાર્જની આવક સૌથી ઓછી થવા પામી છે. મિલકત વેરાની સૌથી વધુ આવક વોર્ડ નંબર ૧પમાંથી રૂ. ૩૮ કરોડથી વધુ થવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial