Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાઈક છટકીને શટર પર પડતા થયો અવાજ અને મચી દોડધામઃ
ખંભાળિયા તા. ૫: ખંભાળિયાના ગગવાણી ફળીયામાં બાઈક ચોરવાના આશયથી ત્રણ શખ્સ આવ્યા હતા પરંતુ મોટો અવાજ થતાં આ શખ્સોએ ભાગવું પડ્યું હતું તેનો પીછો કેટલાક યુવાનોએ શરૂ કર્યા પછી એક શખ્સ ઝડપાઈ ગયો હતો. તેનો કબજો પોલીસને સોંપી આપવામાં આવ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના ગગવાણી ફળીના રાજડા રોડ વિસ્તારમાં બેએક દિવસ પહેલાં ત્રણ શખ્સ બાઈકની ચોરીના ઈરાદાથી આંટાફેરા કરતા હતા. આ શખ્સોએ ત્યાં રાખવામાં આવેલા એક બાઈકનું હેન્ડલ લોક તોડવાનો બળપૂર્વક પ્રયાસ કર્યાે હતો. જેમાં તે બાઈક છટકીને બાજુમાં આવેલી દુકાનના શટર સાથે અથડાતા જોરદાર અવાજ થયો હતો. રાત્રિની નિરવ શાંતિમાં શટરનો અવાજ આવતા નિદ્રાધીન રહેલા આ વિસ્તારના નાગરિકો ચોંક્યા હતા અને કેટલાક યુવાનો ઘરની બહાર નીકળી આવ્યા હતા.
તે પછી બાઈક ઉઠાવવાનો પ્રયાસ કરતા આ શખ્સો ઉભી પુંછડીએ ભાગ્યા હતા જેનો યુવાનોએ પીછો શરૂ કરતા માંડવી ટીંબા પાસે એક મકાનના ફળીયામાં એક શખ્સ સંતાઈ ગયો હતો અને બે નાસી ગયા હતા. સંતાયેલા શખ્સને પકડી પાડી સ્થાનિક પોલીસને સોંપી અપાયો છે.
હાલમાં ઉનાળાની ઋતુમાં નાગરિકો પોતાના ઘરના બારી, દરવાજા ખૂલા રાખીને સૂતા હોય ત્યારે તસ્કરો વધુ પડતા સક્રિય બનતા હોય છે. ખંભાળિયાના લુહારસાર, મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં નાઈટ પેટ્રોલિંગ કરવા તેમજ સીસીટીવી પર નજર રાખવામાં આવે તેવી માગણી ઉઠી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial