Advertisement
Author: નોબત સમાચાર

રૂ. ૩,૦૦,૦૦૦ના ચેક પરતના કેસમાં બે વર્ષની કેદઃ ચેકની રકમનો દંડ

સજાના હુકમ સામે કરાયેલી અપીલ રદ્દ કરાઈઃ

જામનગર તા. પઃ જામનગરના એક આસામીએ પોતાના મિત્ર સામે રૂ. ૩ લાખના ચેક પરતની ફરિયાદ નોંધાવી હતી. અદાલતે બે વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે હતો. દંડ ભરવામાં ન આવે તો વધુ ચાર મહિનાની સજા આપવામાં આવી હતી. તે હુકમ સામે જિલ્લા અદાલતમાં કરાયેલી અપીલ અદાલતે રદ્દ કરી નીચેની કોર્ટનો હુકમ યથાવત રાખ્યો છે.

જામનગરના દીપકભાઈ ગોરધનભાઈ ખીચડા પાસેથી તેમના મિત્ર નલીન બાબુલાલ ચૌહાણે રૂ. ૩ લાખ હાથઉછીના મેળવી ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફર્યાની દીપકભાઈએ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી નલીન બાબુલાલ ચૌહાણને બે વર્ષની કેદની સજા અને ચેકની રકમનો દંડ ફટકાર્યાે હતો.

સજાના આ હુકમ સામે આરોપીએ જિલ્લા અદાલતમાં અપીલ નોંધાવી હતી. તે અપીલ પણ ચાલી જતાં અદાલતે નીચેની કોર્ટનો હુકમ કાયમ રાખ્યો છે. આ હુકમ વખતે આરોપી હાજર ન હોવાથી તેની સામે સજાનું વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું છે. ફરિયાદી તરફથી બંને કોર્ટમાં વકીલ કપિલ વશીયર, નયન કનખરા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh