Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બન્ને જિલ્લાના ચૂંટણી અધિકારીઓ-નોડલ ઓફિસરો જોડાયા
ખંભાળીયા તા. પઃ ખંભાળીયામાં જામનગર સંસદીય મતવિસ્તારની ચૂંટણીલક્ષી કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લાના તમામ નોડલ અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીની રિટર્નિંગ ઓફિસર અને જામનગર જિલ્લા કલેકટર બી.કે. પંડ્યા તથા દેવભૂમિ દ્વારકાના જિલ્લા ચૂંટણી અધિકારી જી.ટી.પંડ્યા દ્વારા સમીક્ષા કરાઈ હતી.
જિલ્લા સેવા સદન ખંભાળીયામાં જામનગર સંસદીય મતવિસ્તારલક્ષી કામગીરી અંગેની રિટર્નિંગ ઓફિસર અને જામનગર જિલ્લા કલેકટર બી.કે. પંડ્યાના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં જિલ્લાના તમામ ૧૭ નોડલ અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી ચૂંટણીલક્ષી કામગીરીની રિટર્નિંગ ઓફિસર બી.કે. પંડ્યા તથા દેવભૂમિ દ્વારકાના જિલ્લા ચૂંટણી અધિકારી જી.ટી. પંડ્યાએ સમીક્ષા કરી હતી તેમજ જરૂરી માર્ગદર્શન પુરૃં પાડ્યું હતું.
આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જે.ડી. પટેલે પ્રેઝન્ટેશનના માધ્યમથી દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સમગ્ર ચૂંટણીલક્ષી અહેવાલ ઉપસ્થિત અધિકારીઓ સમક્ષ રજૂ કર્યો હતો. જેમાં જિલ્લાની વસ્તી, મતદારોની સંખ્યા, ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોના બુથોની સંખ્યા, મહિલા તથા પુરૂષ મતદાર રેશિયો, ચૂંટણી કાર્ડ વિતરણની કામગીરી, દિવ્યાંગ તથા વરિષ્ઠ મતદારોની સંખ્યા, સંવેદનશીલ મતદાન મથકોની વિગત, મતદાર હેલ્પલાઈન, પોલીંગ સ્ટાફ માટેની તાલીમ, સ્ટ્રોંગરૂમની વ્યવસ્થા, ચૂંટણી સંબંધિત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, જિલ્લામાં ઉભી કરવામાં આવેલ ચેક પોસ્ટની વિગતો, મતદાન જાગૃતિ અંગેની કામગીરી વગેરે બાબતોની રિટર્નિંગ ઓફિસર બી.કે. પંડ્યાએ ઝીણવટભરી સમીક્ષા કરી હતી તેમજ જરૂરી સૂચન અને માર્ગદર્શન હતું. બી.કે. પંડયાએ ઉપસ્થિત તમામ નોડલ અધિકારીઓ સાથે ક્રમવાર સંવાદ સાધ્યો હતો અને તેઓ દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરીની પણ સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં નોડલ ઓફિસર ખર્ચ અને જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય, નોડલ ઓફિસર મેનપાવર અને નિવાસી અધિક કલેકટર ભૂપેષ જોટાણીયા, જામનગર નિવાસી અધિક કલેકટર ભાવેશ ખેર, જામનગર નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઝીલ પટેલ, મદદનીશ ચૂંટણી અધિકારી અને ખંભાળીયા પ્રાંત અધિકારી કે.કે. કરમટા, મદદની ચૂંટણી અધિકારી અને દ્વારકા પ્રાંત અધિકારી એચ.બી. ભગોરા સહિત વિવિધ વિભાગોના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial