Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહાદેવ હર મિત્રમંડળ અને હિંદુ ઉત્સવ સમિતિ દ્વારા
જામનગર તા. પઃ 'છોટીકાશી', જામનગર શહેરમાં ચાર દાયકાથી મહાદેવ હર મિત્રમંડળ અને હિંદુ ઉત્સવ સમિતિ દ્વારા રામનવમીના ધાર્મિક પર્વે 'રામસવારી' ની ભવ્ય નગર શોભાયાત્રા યોજવામાં આવે છે.
ચાલુ વર્ષ દરમિયાન ચૈત્ર સુદ નોમ એટલે કે રામનવમીનો તહેવાર આગામી તા. ૧૭-૪-ર૦ર૪, બુધવારે આવી રહ્યો છે. આ વર્ષમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ અયોધ્યામાં સનાતન ધર્મપ્રેમીઓની પાંચસો વર્ષની દીર્ઘકાલીન તપસ્યા પછી ભવ્યાતિભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે.
જેને કેન્દ્રમાં રાખી જામનગર શહેરમાં પણ ઉપરોક્ત બન્ન આયોજક સંસ્થાઓ દ્વારા પણ અતિ ભવ્ય રામ સવારી યોજવાનો મનસૂબો નિર્ધારિત કરાયો છે.
જેની પૂર્વ વિચારણા તેમજ કાર્યક્રમના આયોજન સંબંધી પ્રથમ મિટિંગ તા. ૬-૪-ર૦ર૪, શનિવારના રાત્રિના ૯.૦૦ કલાકે શ્રી રામદૂત હનુમાનજી મંદિર, પંચેશ્વર ટાવર પાસે યોજવામાં આવી છે. આ બેઠકમાં શહેરની તમામ ધાર્મિક સંસ્થાઓ, જ્ઞાતિ મંડળો, સેવાભાવી સંસ્થાઓ, કીર્તન-ધ્ૂન મંડળો, ચલિત ફલોટ્સ કે સ્થાયી સેવાકેન્દ્ર સાથે જોડાવા ઈચ્છુક સહયોગીઓને આયોજનની રૂપરેખા સાથે સમયસર ઉપસ્થિત રહેવા મહાદેવ હર મિત્ર મંડળ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી રાજૂભાઈ વ્યાસ (મહાદેવ) દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial