Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તમાકુથી થતા નુકસાન વિષે માહિતગાર કરાયાઃ
જામનગર તા. ૫: રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ સેલ જામનગરની ટીમ દ્વારા સમગ્ર જામનગર જિલ્લામાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. લાલપુર તાલુકાના ભણગોર પીએચસીના સણોસરી ગામમાં શાઈનીંગ સ્ટાર પ્રાથમિક અને માધ્યમિક શાળામાં તમાકુ વિરૂદ્ધ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં તમાકુથી થતાં નુકસાન વિશે બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતાં તેમજ તમાકુ નિયંત્રણ અધિનિયમ ૨૦૦૩ અંતર્ગત કાયદા વિશે અને વ્યસન મુક્તિ વિશે માર્ગદર્શન, આઈઈસી એક્વિટી વકતૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. કાર્યક્રમના અંતે વિજેતા બાળકોને ઈનામ વિતરણ અને પૌષ્ટિક નાસ્તો આપવામાં આવ્યો હતો.
જી.જી. હોસ્પિટલ, જામનગરમાંથી માનસિક આરોગ્ય વિભાગની ટીમ દ્વારા બાળકોને માનસિક બીમારીઓ વિશે માહિત, માર્ગદર્શન અને તેના ઉપચાર વિશે જાગૃત કરાયા હતાં. રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમના જિલ્લા કક્ષાના કાઉન્સેલર નઝમાબેન હાલાએ 'ટોબેકો ફ્રી એજ્યુકેશન ઈન્સ્ટિટ્યુશન્સ' કરવા માટેની કામગીરી વિશે શાળાના સ્ટાફને માર્ગદર્શન
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial