Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હથિયારબંધી

ખંભાળિયા તા. પઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો વ્યવસ્થા, જાહેર સુલેહ શાંતિ અને સલામતી જળવાઈ રહે અને કોઈ અનિચ્છનિય બનાવો બનવ ન પામે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, દેવભૂમિ દ્વારકા દ્વારા એક હુકમ પ્રસિદ્ધ કરી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા. ૬-૪-ર૦ર૪ થી તા. પ-પ-ર૦ર૪ સુધી નીચે દર્શાવ્યા મુજબના કૃત્યો કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે.

જેમાં શસ્ત્ર, દંડ, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી અથવા લાટી અથવા કોઈપણ પ્રકારના શારીરિક ઈજા કરી શકાય તેવા શસ્ત્રો અને ક્ષયકારી કે સ્ફોટક દારૂગોળો લઈ જવા, મનુષ્ય અથવા તેના શબ કે અન્ય આકૃતિઓ અથવા પૂતળા દેખાડવા ઉપર, અપમાન કરવાના ઈરાદાથી જાહેરમાં બીભત્સ સૂત્રો પોકારવા, ગીતો ગાવા અને ટોળામાં ફરવા ઉપર કે પથ્થરો ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા વસ્તુઓ ફેંકવા કે ધકેલવાના યંત્રો સાથે લઈ જવા ઉપર દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમગ્ર વિસ્તારોમાં પ્રતિબંધ ફરમાવેલ છે.

આ પ્રતિબંધ અધિકૃત પરવાનગી ધરાવનારાઓને લાગુ પડશે નહીં. આ પ્રતિબંધનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh