Advertisement
Author: નોબત સમાચાર

બર્ડ ફ્લૂ મહામારીનો દુનિયા પર ઝળુંબી રહેલો ખતરોઃ મનુષ્યને સંક્રમણના સંકેતો

કોરોનાથી ૧૦૦ ગણી જોખમી બીમારીઃ

નવી દિલ્હી તા. પઃ કોવિડથી પણ ૧૦૦ ગણો વધુ ખતરનાક મહામારીનું જોખમ તોળાઈ રહ્યું છે, અને બકરૂ કાઢતા ઊંટ પેઠું કહેવતની જેમ બર્ડ ફ્લૂનો એચપએનઆઈ સ્ટ્રેન મનુષ્યોમાં પણ સૌથી વધુ ગંભીર જોખમ ઊભું કરી શકે છે.

કોરોના વાયરસના ભયમાંથી હજુ દુનિયા બહાર આવી નથી ત્યાં એક નવી મહામારીનું જોખમ તોળાઈ રહ્યું છે. આ બધા વચ્ચે વિશેષજ્ઞો બર્ડ ફ્લૂ મહામારીની સંભાવના પર ખતરાની ઘંટી વગાડી રહ્યા છે. તેમનું કહેવું છે કે, આ મહામારી કોવિડ ૧૯ સંકટથી પણ વધુ વિનાશકારી બની શકે છે.

બર્ડ ફ્લૂનો સ્ટ્રેન સૌથી વધુ ગંભીર જોખમ ઊભું કરી શકે છે. વાયરસ પર રિસર્ચ કરનારા વૈજ્ઞાનીકોએ સંકેત આપ્યા છે કે એચ-પએન-વન એક વૈશ્વિક મહામારીને ટ્રિગર કરી શકે છે. તે 'ખતરનાક રીતે ખૂબ જ નજીક' પહોંચી રહી છે. ગાય, બિલાડી, મનુષ્યો સહિત વિવિધ સસ્તન જીવોમાં પણ સંક્રમણ મળી આવ્યું છે. જેના પગલે વૈજ્ઞાનિકોએ આ વાયરસ પર રિસર્ચ કરવાનું શરૂ કર્યું. આ વાયરસ મનુષ્યો વચ્ચે વધુ સરળતાથી ફેલાઈ રહ્યો છે. વાયરસના મ્યુટેશને ચિંતા પેદા કરી છે.

એક રિપોર્ટમાં કહેવાયું છે કે આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે કે જ્યારે અમેરિકી રાજ્ય ટેક્સાસમાં એક ડેરી ફાર્મમાં કામ કરતો વ્યક્તિ એચ- પ એન-૧ વાયરસથી પોઝિટિવ મળી આવ્યો. રિપોર્ટમાં કહેવાયું છે કે, દર્દીનો ટેક્સાસમાં ડેરીના જાનવરો સાથે સીધો સંપર્ક હતો જેના કારણે તે બર્ડ ફ્લૂથી સંક્રમિત હોવાની શંકા હતી. હાલ તેનો એન્ટીવાયરલ ઉપચાર ચાલુ છે અને તે ઠીક થઈ રહ્યો છે.

કોલોરાડોમાં ર૦રર ના કેસ પછી અમેરિકામાં ઈન્ફ્લૂએન્ઝા એ (એચ-પએન-૧) માટે કોઈપણ વ્યક્તિના સકારાત્મક પરીક્ષણનો આ બીજો કેસ છે. આ ઉપરાંત છ અમેરિકી રાજ્યોમાં ગાયોના ૧ર ઝૂંડ અને ટેક્સાસમાં ૩ બિલાડીઓમાં સંક્રમણની સૂચના મળી જે વાયરસના કારણે મરી ગઈ. અમેરિકાના તાજા ઈંડાની સૌથી મોટી ઉત્પાદક કંપનીએ મરઘીઓમાં બર્ડ ફ્લૂ મળી આવ્યા પછી ટેક્સાસ પ્લાન્ટમાં અસ્થાયી રીતે ઉત્પાદન રોક્યું છે. અધિકારીઓનું એમ પણ કહેવું છે કે, મિશિગનમાં મરઘી ઉછેર કેન્દ્રમાં પણ આ વાયરસ મળી આવ્યો છે.

ટેક્સાસમાં રિજલેન્ડ મિસિસિપી સ્થિત કેલમેન ફૂડ્સ ઈકે મંગળવારે એક નિવેદનમાં કહ્યું કે, ટેક્સાસ સ્થિત પાર્મર કાઉન્ટીમાં લગભગ ૧૬ લાખ ઈંડા આપનારી મરઘીઓ અને ૩૩૭૦૦૦ મરઘીના બચ્ચાને એવિયન ઈન્ફ્લૂએન્ઝાનું સંક્રમણ જાણ્યા પછી નષ્ટ કરી દેવાયા, જો કે કંપનીએ કહ્યું કે, હાલમાં બજારમાં જે ઈંડા છે તેને બર્ડ ફ્લૂથી કોઈ જોખમ નથી અને તેમને પાછા ખેંચાયા નથી. અમેરિકી કૃષિ વિભાગ મુજબ જે ઈંડાઓનું મેનેજમેનટ યોગ્ય રીતે કરાય છે અને યોગ્ય રીતે પકવવામાં આવે છે તે ખાવા માટે સુરક્ષિત હોય છે.

એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ પ્રમુખ બર્ડ ફ્લૂ રિસર્ચર ડો. સુરેશ કુચીપુડીએ ચેતવણી આપી છે કે આપણે એચ-પ એન-વનના કારણે થનારી સંભવીત મહામારીના ઉંબરા નજીક છીએ. તેમણે એ વાત પર ભાર મૂક્યો કે વાયરસે પહેલેથી જ પોતાની ક્ષમતા દેખાડી દીધી છે. તે પહેલેથી જ મનુષ્યો સહિત સસ્તન જીવોને સંક્રમિત કરી ચૂક્યો છે. રિપોર્ટ મુજબ ફાર્માસ્યૂટિકલ્સ ઈન્ડસ્ટ્રીના સલાહકાર જોન ફૂલ્ટને પણ વાયરસના જોખમ અંગે ચેતવ્યા છે. તેમણે કહ્યું કે એચ-પએન-૧ ઉચ્ચ મૃત્યુ દરને જાળવી રાખતા મ્યૂટેટ થઈ શકે છે. તેનાથી તે કોવિડ ૧૯ થી પણ વધુ જોખમી મહામારી બની શકે છે. ફૂલ્ટને કહ્યું કે એવું લાગે છે કે તે કોવિડથી પ૦૦ ગણી વધુ ખતરનાક છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ ર૦૦૩ થી કલેક્ટ કરેલા આંકડાના આધારે આ બીમારીથી નારા મૃત્યુ દરનું ચોંકાવનારૂ અનુમાન કરાયું છે. કહ્યું કે, વાયરસથી થનારા મૃત્યુનો દર પર ટકા હોઈ શકે છે. તેનાથી ઉલ્ટુ કોવિડ ૧૯ થી મૃત્યુ દર ઘણો ઓછો છે. ર૦ર૦ પછી હાલના કેસથી જાણવા મળે છે કે એચ-પ એન-૧ ના નવા સ્ટ્રેનથી સંક્રમિત લગભગ ૩૦ ટકા વ્યક્તિઓના મૃત્યુ થયા છે. જેમ જેમ સ્થિતિ સામે આવી રહી છે તેમ તેમ વ્હાઈટ હાઉસ, અને સ્વાસ્થ્ય વિશેષજ્ઞ સતર્કતા અને તૈયારી વધારવાનો આગ્રહ કરી રહ્યા છે. વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવે જનતને આશ્વાસન આપ્યું કે અમેરિકનોનું સ્વાસ્થ્ય અને સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિક્તા છે અને બર્ડ ફ્લૂના પ્રકોપની નિગરાણી અને સમાધાન માટે ઉપાય થઈ રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh