Advertisement
Author: નોબત સમાચાર

મનપા દ્વારા સંચાલિત ઢોરના ડબ્બામાંથી ગૌવંશ કયાં ગાયબ થઈ જાય છે ? તપાસની માંગ

એક વર્ષમાં ૯૯૪ ગૌવંશના મૃત્યુ કે લાપતા ?: હિન્દુસેનાએ ઉઠાવ્યો સવાલ

જામનગર તા. પઃ હિન્દુ સેના દ્વારા જામનગર મહાનગરપાલિકાના ઢોરના ડબ્બામાંથી ગૌવંશ ગુમ થતાં તપાસની માંગ ઉઠી છે. ગૌવંશના ડબ્બામાંથી એક વર્ષમાં ૯૯૪ ગૌવંશના મરણ કે લાપતા ? તેવો સવાલ હિન્દુ સેનાએ ઉઠાવ્યો છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા ગૌવંશ પકડવાની કામગીરી યથાવત ચાલી રહી છે પરંતુ તેમની સામે દેખરેખ અને ડોકટરી સારવાર તેમજ મરણનું પ્રમાણ શંકાના દાયરામાં આવી ગયું છે. જામપા ગૌવંશ પકડી ડબ્બામાં રાખવી અને તેને નિભાવવાનું મુશ્કેલ જ છે પરંતુ આ કામગીરીને સતત વેેગવંતી રાખવા અને કામ દેખાડવા ગૌવંશનો ભોગ લેવાય છે તેનું જવાબદાર કોણ ? તેવા અનેક પ્રશ્નો હિન્દુ સમાજમાં ઉઠવા પામ્યા છે.

હિન્દુ સેનાએ જામનગર મહાનગરપાલિકામાં આરટીઆઈ કરી હતી. જેની તપાસ કરતા અનેક ખુલાસા જાણવા મળેલ છે જે તા. ૧-૧-ર૩ થી તા. ૩૧-૧ર-ર૩ની વિગતો માંગેલી હતી. તેમાં કુલ ૪૮પ૬ ગૌવંશ એક વર્ષમાં પકડાયા છે. તેમાંથી કુલ ર૬૭ર ગૌવંશને પાંજરાપોળમાં મોકલી આપ્યા, ૧૧૯૦ ગૌવંશ વધ્યા હતાં અને એક વર્ષમાં ઘાસચારા તથા ડોકટરી સારવાર પેટે કુલ રૂપિયા ૩.ર૮ કરોડ ખર્ચ કરેલ છે. જેમાં જામપાના કર્મચારી તથા વાહનોનો ખર્ચ પણ સામેલ છે પરંતુ આ સમયગાળામાં કુલ કેટલા ગૌવંશ ડબ્બામાં મરણ પામ્યા તેની માહિતી જામપા પાસે નથી. એટલે કે ૯૯૪ ગૌવંશની નોંધ જ થયેલ નથી. તો આ બેદરકારી છે કે પછી જાણી જોઈને આંકડાકીય માહિતી અપૂરતી આપી છે.

જો જામપા દ્વારા ગૌવંશને પકડવાની કામગીરીમાં હિસાબ ન મળતા હોય તો પછી ગૌવંશ સાચવવામાં કઈ કઈ બેદરકારી હશે અને તેમાં કોણ આંખમીચામણાં કરી રહ્યું છે તેની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા જામનગરમાં હિન્દુ સેના દ્વારા માંગણી કરવામાં આવી છે. કમિશનરને રજુઆત કરવામાં આવી છે કે હજુ પણ વહીવટમાં સુધારો થાય અને જરૂર પડ્યે તો હિન્દુ સેના મદદ પણ આપવા તૈયાર હોય તો સમાજમાં વારંવાર ઉપસ્થિત થતા આવા પ્રશ્નોનું કાયમી યોગ્ય નિરાકરણ લાવે તેવી હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતીક ભટ્ટએ માંગ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh