Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં રૂપાલાની ટિકિટ રદ્ કરવાની માંગણી સાથે ક્ષત્રિય મહિલાઓની વિશાળ રેલીઃ આવેદન

બહોળી સંખ્યામાં બહેનો ઉમટી પડતા કલેક્ટર કચેરીનું પટાંગણ પણ ટૂંકુ પડ્યું: ભાજપ મુંઝવણમાં!

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિષેના બફાટ સામે ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. જેના અનુસંધાને ગઈકાલે જામનગરમાં રાજપૂત સમાજના બહેનોએ બહોળી સંખ્યામાં એકત્ર થઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, અને તેમની ટિકિટ રદ્ કરવાની માંગણી કરી હતી. આ રેલી એટલી વિશાળ હતી કે, ભાજપ પણ મુંઝવણમાં મૂકાઈ ગયું હતું.

રાજકોટમાં ભાજપે પરસોત્તમ રૂપાલાને લોકસભાની ટિકિટ આપી છે. આ દરમિયાન રાજપૂત સમાજ વિશે પરસોત્તમ રૂપાલાએ અભદ્ર ટીપ્પણી કરતા રાજપૂત સમાજમાં રોષ ફેલાયો છે, અને ગામેગામ વિરોધ પ્રદર્શન, આંદોલન થઈ રહ્યા છે.

જામનગરમાં પણ ગઈકાલે બપોરે ક્ષત્રિય સમાજના બહેનોની વિશાળ રેલી નીકળી હતી અને જયભવાની, પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ્ કરો વગેરે જેવા નારા લગાવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, તેમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, પરસોત્તમ રૂપાલા દ્વારા અપાયેલ ટીપ્પણી એમની જાતિવાદી, તકવાદી અને વિકૃત માનસિક્તાની સાબિતી આપે છે.

દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસના માર્ગ આગળ વધી રહ્યો છે, ત્યારે રૂપાલા જેવી વ્યક્તિ સમાજ-દેશ માટે ખતરારૂપ છે. આમ તેની ટિકિટ રદ્ કરવી જોઈએ.

ક્ષત્રિય સમાજ હજારો વર્ષોથી સંસ્કૃતિના રક્ષણ માટે સંઘર્ષ કરતો રહ્યો છે. આથી આ સમાજની માગણી છે કે, રૂપાલાની ટિકિટ રદ્ કરવામાં આવે. આ અમારી લાગણી-માંગણી સરકાર સમક્ષ પહોંચાડવામાં આવે તેવી પણ માંગ કરી હતી.

આ સમયે બહેનોએ જય ભવાની, રૂપાલાની ટિકિટ રદ્ કરોના નારા લગાવ્યા હતાં. જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો વધુ ઉગ્ર રજૂઆતની ચિમકી પણ આપવામાં આવી હતી.

જામનગર જિલ્લા રાજપૂત સેવા સમાજ, જામનગર જિલ્લા રાજપૂત સમાજ મહિલા સમિતિ, જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમૂહલગ્ન સમિતિ, શહેર-જિલ્લા રાજપૂત યુવા સંઘ, અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા, જામનગર, અખિલ ગુજરાત-રાજપૂત યુવા સંઘ, જામનગર જિલ્લા કરણી સેના, ગજ કેશરી ફાઉન્ડેશન, ક્ષત્રિય મહાસભા મહિલા પાંખ, કરણી સેના મહિલા પાંખ, મહાકાળ સેના વગેરે આ રેલી-આવેદનમાં જોડાયા હતાં. આ કાર્યક્રમમાં બહેનોની સંખ્યા એટલી વિશાળ હતી કે કલેક્ટર કચેરીનું પટાંગણ પણ ટૂંકુ પડ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh