Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતના કેસમાં એસટી ડિવિઝનના કર્મચારીને સજા

છ મહિનાની કેદ, બે લાખનો દંડઃ

જામનગર તા. ૫: જામનગરના એસટી ડિવિઝનના વર્કશોપમાં કામ કરતા આસામી સામે તેના મિત્રએ રૂ. ર લાખના ચેક પરતની ફરિયાદ અદાલતમાં નોંધાવી હતી. તે કેસમાં આરોપીને છ મહિનાની કેદ અને ચેકની રકમ મુજબનો દંડ ફટકારવામાં આવ્યો છે.

જામનગરના કાલાવડ નાકા બહાર આવેલા એસટીના વર્કશોપમાં નોકરી કરતા સોહિત નુરમામદ મલેકે રૂ. ૨ લાખ પોતાના મિત્ર કુલદીપસિંહ જાડેજા પાસેથી હાથઉછીના મેળવી ચેક આપ્યો હતો.

તે ચેક પરત ફર્યાની કોર્ટમાં કુલદીપસિંહે ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી સોહિત નુરમામદ મલેકને તક્સીરવાન ઠરાવી છ મહિનાની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. દંડની રકમ વળતર પેટે ચૂકવવામાં આવશે. ફરિયાદી તરફથી વકીલ અશોક ગાંધી રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh