Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સદસ્યાના જન્મદિવસની ઉજવણી નિમિત્તે
જામનગર તા. ૫: જામનગર કેન્સર કેર કાઉન્સીલના સદસ્ય હેતલબેન અમેથીયાના ૩ર માં જન્મ દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ વિશ્વકર્મા બાગમાં યોજવામાં આવ્યો હતો. જેમાં બ્રિજરાજસિંહ જાડેજા (ચેરમેન, માર્કેટ યાર્ડ - જામજોધપુર), ગુર્જર સુથાર જ્ઞાતિના પ્રમુખ રમણીકભાઈ ગોરેચા, દિલીપભાઈ ભારદીયા (મામા) (અધ્યક્ષ, વિશ્વકર્મા મહાસંઘ), અશોકભાઈ આમરણીયા (વિશ્વકર્મા સમાજના ટ્રસ્ટી), અશોકભાઈ રાવલ (પ્રમુખ, વાટલીયા પ્રજાપતિ સમાજ), વિઠલભાઈ ધોળકીયા (પ્રમુખ, કેન્સર કેર કાઉન્સીલ - જામનગર), ગીરીશભાઈ અમેથીયા (ઉપધ્યક્ષ, વિશ્વકર્મા મહાસંઘ - જામનગર), એડવોકેટ અશોકભાઈ નંદા, પ્રવિણસિંહ જાડેજા અને નિલેશભાઈ ખારેચાના હસ્તે દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારપછી આમંત્રિત મહેમાનોનું બુકે દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. હેમલતાબેન અમેથીયાના ૩ર માં જન્મદિવસે આયોજીત આ કેમ્પમાં ૩ર લોકોએ રકતદાન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિલીપભાઈ ભારદીયા (મામા)એ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial