Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલની રચનાઃ
જામનગર તા. પઃ ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગના તા. ૧૬-૩-ર૦ર૪ ના ઠરાવ અન્વયે સામર્થ્ય સંસ્થાન પ્રકલ્પ અંતર્ગત ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરીના તાબા હેઠળની ૧૪ સરકારી યુનિવર્સિટી સંલગ્ન શૈક્ષણિક સંસ્થા/કોલેજોમાં વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન એજ્યુકેશન, કાયદા તથા અન્ય વિદ્યા શાખામાં સ્નાતક, અનુસ્નાતક અને પીએચ.ડી. કક્ષાના અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓના પ્રવેશ માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલની રચના કરવામાં આવી છે.
જે અન્વયે આગામી શૈક્ષણિક વર્ષ ર૦ર૪-રપ થી ફરજિયાત જીસીએએસ પોર્ટલ મારફતે જ રેગ્યુલર તથા એક્સટર્નલ વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન કરાવીને પોર્ટલ પર કરવાની થતી કામગીરીના તબક્કા મુજબ એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ગુજરાત બોર્ડ (જીએસએચએસઈબી) ધોરણ ૧ર ની પરીક્ષા પૂર્ણ થયા પછી ગત્ તારીખ ૧-૪-ર૦ર૪ થી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેથી હાલમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક તમામ વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે જીસીએએસ પોર્ટલ પર અત્રે જણાવેલ લીંકમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે તેમજ તેમાં બેઝીક માહિતી (પ્રોફાઈલ) સાથે પોતાને જે તે કોલેજમાં પસંદગીના કોર્ષમાં અભ્યાસ કરવો હોય, તો તે પસંદગી પૂર્ણ કરીને વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
વિદ્યાર્થીઓની જાણ માટે ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગના તા. ૧૬-૩-ર૦ર૪ ના ઠરાવો, ઉક્ત કોલેજની વેબસાઈટ પર મૂકવામાં આવ્યા છે તેમ આચાર્યશ્રી, ડી.કે.વી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, જામનગરની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial