Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રાંત અધિકારી અસવાર દ્વારા ચૂંટણીલક્ષી માર્ગદર્શનઃ
જામનગર તા. પઃ લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ અંતર્ગત જામનગર સંસદીય મતવિભાગમાં આગામી તા. ૭-પ-ર૪ ના મતદાન યોજાનાર છે. લોકસભા સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે થનારી મતદાનની કામગીરી સુનિશ્ચિત રીતે થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર બી.કે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ કર્મચારીઓને તેમની ફરજના ભાગરૂપે તબક્કાવાર તાલીમો આપવામાં આવી રહી છે.
જેના ભાગરૂપે જામનગર સંસદીય મતવિભાગમાં સમાવિષ્ટ ૮૦-જામજોધપુર મતદાર વિભાગમાં ચૂંટણી સાથે સંકળાયેલા મહિલા પોલીંગ ઓફિસરોને એ.આર.ઓ. અને પ્રાંત અધિકારી અસવારની રાહબરી હેઠળ સ્વામી વિવેકાનંદ શૈક્ષણિક સંકુલ લાલપુરમાં ચૂંટણીલક્ષી તાલીમ આપવામાં આવી હતી અને ચૂંટણીને લગતી ઝીણવટભરી બાબતોથી માહિતગાર કરાયા હતાં.
આ તાલીમવર્ગમાં માસ્ટર ટ્રેનર્સ દ્વારા પ્રિ પોલ, પોલ ડે અને આફટર પોલ સહિતની તબક્કાવાર તમામ પ્રકારની કામગીરી અંગે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ મહિલા પોલીંગ ઓફિસરની કામગીરી બાબતે ચોકસાઈ અને સચોટતાની સાથે મતદાનની કામગીરી સરળ બની રહે તે માટે મતદાન મથકના ફરજ પરના અધિકારીઓ કર્મચારીઓ માટે જુદા જુદા વૈદ્યાનિક ફોર્મની વિગતો ભરવા, રજીસ્ટરમાં તેની નોંધણી, મતદાન પ્રક્રિયા વગેરે જેવી તમામ બાબતો અંગે તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને જિલ્લાનો તમામ ચૂંટણી સ્ટાફ સગવડતા અને સરળતાથી ચૂંટણીની કામગીરીમાંથી પસાર થાય તેવા વાતાવરણનું નિર્માણ કરી બનતી તમામ સવલતો પૂરી પાડવા કટીબદ્ધતા દર્શાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial