Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડમાં મેગા મેડિકલ કેમ્પનું આયોજન

આગામી તારીખ ૭ એપ્રિલે

જામનગર તા. ૫: લાયન્સ ક્લબ ઓફ ઈન્ટરનેશનલ ડિસ્ટ્રીક્ટ ૩૨૩૨-જે, જામનગરની ઓશવાળ આયુષ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ, કાલાવડ તાલુકા લેઉવા પટેલ સેવા સમાજ સંચાલિત બી.બી. એન્ડ પી.બી. હીરપરા કન્યા વિદ્યાલય (કાલાવડ), જામનગરની સરકારી ગુરૂ ગોબિંદસીંઘ હોસ્પિટલ, સરકારી ડેન્ટલ કોલેજ તેમજ સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપ. સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આગામી તા. ૭ એપ્રિલ ૨૦૨૪ના રવિવારે સવારે ૯ થી ૧ વાગ્યા સુધી કાલાવડના હીરપરા કન્યા વિદ્યાલયમાં વિનામૂલ્યે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ મેગા કેમ્પના આયોજન અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં કાલાવડ હીરપરા કન્યા વિદ્યાલયના ગોપાલભાઈ અકબરીએ સૌનું સ્વાગત કર્યું હતું. લાયન્સ ઈન્ટરનેશનલના ડિસ્ટ્રીક્ટ ૩૨૩૨-જે ના પૂર્વ ડિસ્ટ્રીક્ટ ગવર્નર એસ.કે. ગર્ગે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે કાલાવડ તાલુકાના ૧૦૬ ગામના લોકોને લાભ મળે તેવા હેતુસર આ મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં ડોકટરો દ્વારા નિદાન-માર્ગદર્શન સાથે જરૂરી દવા વિનામૂલ્યે આપવામાં આવશે.

ઓશવાળ આયુષ હોસ્પિટલના મેનેજીંગ ડાયરેક્ટર ડો. પ્રતાપ સોલંકીએ જણાવ્યું હતું કે આ કેમ્પમાં તમામ પ્રકારના દર્દીઓ માટે નિષ્ણાત ડોકટરો અને સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરોની ટીમ સેવા આપશે. દાંતના ચોગઠા બનાવી આપવા કે મોતિયાના ઓપરેશન કરી નેત્રમણિ બેસાડી આપવામાં આવશે. આ તકે અહલુવાલીયાએ જણાવ્યું હતું કે લાયન્સ ઈન્ટરનેશનલના ૧૦૬ વર્ષ થયા છે ત્યારે ૧૦૬ ગામોને લાભ આપવાનો કેમ્પ અનોખો જોગાનુંજોગ બન્યો છે.

આભારદર્શન રોશનભાઈ શાહે કર્યું હતું. પત્રકાર પરિષદ પ્રસંગે ઓશવાળ આયુષ હોસ્પિટલના સેન્ટર હેડ દેવેન્દ્રસિંહ ઝાલા, કાલાવડના રમણીકભાઈ અકબરી, લાયન્સના ગોવિંદભાઈ ભાટુ, પૂર્વ પ્રમુખ ભરતભાઈ વાદી, ગણપતભાઈ લાહોટી, હરીશભાઈ ભાટુ ઉપસ્થિત રહ્યા હતાં.

આયોજકોએ કાલાવડ શહેર તથા તાલુકાના તમામ ગામના લોકોને આ મેગા મેડિકલ કેમ્પનો લાભ લેવા અનુરોધ કર્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh