Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રિક્ષામાં બેસવા બાબતે ડખ્ખા પછી હુલાવી હતી છરીઃ
જામનગર તા. ૫: જામનગરના બેડેશ્વર વિસ્તારમાં રિક્ષામાં બેસવા બાબતે નવ વર્ષ પહેલાં એક યુવાન પર બે મહિલા સહિત ચારએ પ્રાણઘાતક હુમલો કર્યાે હતો. આ કેસમાં અદાલતે ચારેય આરોપીઓને ચાર-ચાર વર્ષની કેદની સજા અને રૂ. પાંચ હજારનો દંડ ફટકાર્યાે છે.
જામનગરના બેડેશ્વરમાં આવેલી એકડેએક બાપુની દરગાહ પાસે ગઈ તા.ર-૮-૧૫ ના દિને પડેલી રિક્ષામાં બેસવા બાબતે સોયબ નામના યુવાનને રિક્ષાના ચાલક જાવિદ આંબલા સાથે બોલાચાલી થયા પછી સોયબ પર હુમલો થયો હતો. ફાતમાબેન અજમત, આઈશાબેન આંબલા, અજમત સરફરોજે ઢીકાપાટુથી માર માર્યાે હતો અને ત્રણ વ્યક્તિએ સોયબને પકડી રાખ્યો હતો અને એક શખ્સે છાતીમાં છરી પરોવી દીધી હતી.
આ બાબતની પોલીસમાં ફરિયાદ જુબીદાબેન મુંગીડાએ કરી હતી. પોલીસે ચારેય આરોપી સામે હત્યા પ્રયાસનો ગુન્હો નોંધી ધરપકડ કરી હતી. આ કેસ ચાલી જતાં અદાલતે સરકારી વકીલ પિયુષ પરમારની દલીલો તેમજ રજૂ થયેલા પુરાવા ધ્યાને લઈ ચારેય આરોપીને ચાર-ચાર વર્ષની કેદ સજા અને રૂ. પાંચ-પાંચ હજારનો દંડ ફટકાર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ છ મહિનાની કેદની સજા ભોગવવાનો હુકમ થયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial