Advertisement
Author: નોબત સમાચાર

રેપોરેટ ૬.પ ટકા યથાવત્ રાખતી આરબીઆઈઃ મોનેટરી પોલિસી કમિટીની બેઠક સંપન્નઃ ઈએમઆઈ નહીં વધે

છેલ્લે વર્ષ ર૦ર૩ ના ફેબ્રુઆરીમાં ૦.રપ ટકાનો વધારો કરાયો હતો

મુંબઈ તા. પઃ રિઝર્વ બેંક રેપોરેટ ૬.પ ટક યથાવત્ રાખ્યો છે. આરબીઆઈએ પોલિસીની જાહેરાત કરી છે. આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટીની બેઠકના છેલ્લા દિવસે પોલિસીની જાહેરાત કરવામાં આવી છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા રેપોરેટ અંગે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. બેંક ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે સર્વોચ્ચ બેંકે ફરીથી રેપોરેટ યથાવત્ રાખ્યો છે. આ સાતમી વખત છે જ્યારે બેંકે દર યથાવત્ રાખ્યા છે. પરિણામે, સ્ટેન્ડીંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ ૬.રપ ટકા પર રહે છે અને માર્જિનલ સ્ટેન્ડીંગ ફેસિલિટી રેટ અને બેંક રેટ ૬.૭પ ટકા પર રહે છે. બેઠક ૩ એપ્રિલે શરૂ થઈ હતી.

છ સભ્યોની મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં બેંક ગવર્નર શક્તિકાંત દાસ, રાજીવ રંજન, માઈકલ દેબબ્રત પાત્રા સાથે શશાંક ભીડે, આશિમા ગોયલ અને જયંત આર. વર્મા બાહ્ય સભ્યો તરીકે સામેલ છે. દ્વિ-માસિક સમીક્ષા હેઠળ મોનેટરી પોલિસી કમિટીની બેઠકના છેલ્લા દિવસે પોલિસીની જાહેરાત કરી છે.

રિઝર્વ બેંકે છેલ્લે ફેબ્રુઆરી ર૦ર૩ માં દરમાં ફેરફાર કર્યો હતો. ત્યારપછી બેંકે વ્યાજ દરો ૦.રપ ટકાથી વધારીને ૬.પ ટકા કરી દીધા. આ પહેલા વર્ષ ર૦રર માં રિઝર્વ બેંકે છ વખત રેપો રેટમાં ર.પ૦ ટકાનો વધારો કર્યો હતો, જો કે આ વખતે બેંકના નિર્ણયથી સામાન્ય લોકોને મોટી રાહત મળી છે. તેમની લોનની ઈએમઆઈમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં.

ભારતનો આર્થિક વિકાસ ર૦ર૩ ના ડિસેમ્બર ત્રિમાસિકમાં દર ૮.૪૦ ટકા રહ્યો હતો જે મોટા અર્થતંત્રમાં સૌથી વધુ હતો. આ ઉપરાંત ફેબ્રુઆરીનો ફૂગાવો પણ અપેક્ષા કરતા વધુ રહી પ.૦૯ ટકા આવ્યો હતો. જે રિઝર્વ બેંકના ૪ ટકાના ટાર્ગેટ કરતા ઘણો ઊંચો છે. જ્યાં સુધી ફૂગાવો ૪ ટકાની આસપાસ નહીં આવે ત્યાં સુધી રેપોરેટમાં ઘટાડો વહેલો ગણાશે એમ રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે અગાઉ નિરીક્ષણ કર્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh