Advertisement
Author: નોબત સમાચાર

જામનગરથી લાલપુર તરફ જતા કેટલાક માર્ગો બંધ રહેશે : વૈકલ્પિક વ્યવસ્થા જાહેર

જામનગર તા. પઃ જામનગરમાં લાલપુર માર્ગે એમઈએસના જુના ગેઈટથી ફિડીંગ કેનાલ ક્રોસીંગ-રણજીતસાગર મેઈન રોડ ક્રોસીંગ, હર્ષદમીલ ચાલી, મેઈન રોડના જંકશનથી હયાત ફિડીંગ કેનાલ સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ પાઈપ લાઈનની કામગીરીના કારણે આ માર્ગ તા.૧૪ એપ્રિલ સુધી બંધ રહેશે જેની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. ટેકનિકલ કારણોસર આ કામગીરીમાં વિલંબ થનાર છે. રણજીતસાગર મેઈન રોડ ફોરલેન રોડ પર હર્ષદમીલ ચાલી રોડ જંકશન પોઈન્ટથી હયાત લાખોટા લેઈક ફિડીંગ કેનાલ સુધી ક્રોસીંગ કામગીરી જ્યારે જમણી બાજુ ચાલુ હશે ત્યારે ડાબી બાજુ આવક જાવક ચાલુ રહેશે.  જયારે ડાબીબાજુ કામગીરી ચાલુ હશે ત્યારે જમણીબાજુ આવક જાવક ચાલુ રહેશે. હર્ષદમીલ ચાલી રોડ જંકશન પોઈન્ટ ભારત હોટલથી ગુરૂકૃપા પાન સુધી ફોરલેન રોડ વાહન વ્યવસ્થા માટે બંધ રહેશે તેમ મ્યુનિ. કમિશનર દ્વારા જાહેર નોટીસ મારફત જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh