Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩ર.પ ડીગ્રી

વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમી ઘટીઃ

જામનગર તા. પઃ જામનગરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે તાપમાનમાં સતત ઘટાડો થવાનો દોર પણ યથાવત્ રહ્યો છે. વધુ ૧ ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩ર.પ ડીગ્રી નોંધાયું હતું.

જામનગરમાં ગત્ બે થી ત્રણ દિવસ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજે સવારે પણ નભમાં વાદળોનો જમાવડો જોવા મળ્યો હતો. વાદળોની આવન-જાવનના પગલે ધરતી પર ક્યારેક તડકો તો ક્યારક છાયડો જોવા મળ્યો હતો.

વાદળછાયા વાતાવરણ અને તેજીલા પવનના સમન્યના પગલે હાલ તાપમાનમાં ઘટાડાનો દોર ચાલી રહ્યો છે. ગત્ ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનનો પારો ર.પ ડીગ્રી સુધી નીચે શરકીને ૩ર.પ ડીગ્રીએ પહોંચી ગયો હતો જેના પગલે ગરમીમાં પણ ઘટાડો થયો હતો. જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગરીના વધારા સાથે લઘુતમ તાપમાન ર૪ ડીગ્રી નોંધાયું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૩૦ થી ૩પ ડીગ્રીની રહેવા પામી હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૧ ટકા ઘટીને ૮૪ ટકા રહ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh