Advertisement
Author: નોબત સમાચાર

રૂ. ૫ લાખના ચેક પરતના કેસમાં આરોપીને છ મહિનાની કેદની સજા

અવેજ પરત આપવા માટે આપ્યો હતો ચેકઃ

જામનગર તા. ૫: જામનગરના એક આસામીએ પ્લોટ ખરીદવા માટે ચૂકવેલી અવેજની રકમ પરત આપવા રૂ. ૫ લાખનો ચેક અપાયો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા આરોપી સામે કોર્ટમાં કેસ કરાયો હતો. અદાલતે આરોપીને છ મહિનાની કેદ અને ચેકની રકમ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યાે છે.

જામનગરના સુભાષબ્રિજ નજીકના રંગમતી પાર્કમાં પરસોત્તમ મોહનલાલ કણઝારીયા નામના આસામીનો પ્લોટ રૂ. ૨૫ લાખમાં ખરીદવા માટે જુલાઈ ૨૦૧૬માં નિલેશ પ્રેમજીભાઈ અનડકટે કરાર કરી રૂ. ૫ લાખ ચૂકવ્યા હતા. તે પછી એક વર્ષમાં ટાઈટલ ક્લિયર કરી આપવામાં આવે ત્યારે બાકીની રકમ ચૂકવવાની હતી પરંતુ કરારનું પાલન ન કરાતા નિલેશભાઈએ નોટીસ પાઠવી હતી.

તે દરમિયાન બંને વચ્ચે સમાધાન થતાં રૂ. ૫ લાખ પરત આપવા પરસોત્તમભાઈએ ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા નિલેશભાઈએ નોટીસ પાઠવી કોર્ટમાં કેસ કર્યાે હતો. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી પરસોત્તમ મોહનલાલ કણઝારીયાને છ મહિનાની કેદની સજા અને ચેકની રકમ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યાે છે. વળતર આપવામાં ન આવે તો વધુ ત્રણ મહિનાની કેદ ફટકારાઈ છે. ફરિયાદી તરફથી વકીલ નાથાલાલ ઘાડીયા, પરેશ સભાયા, હીરેન સોનગરા, રાકેશ સભાયા, ગજેન્દ્રસિંહ ઝાલા, નૈમિષ ઉમરેટીયા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh