Advertisement
Author: નોબત સમાચાર

શિવરાજપુર બિચ પર વાહનોની અવરજવર-કચરો ફેંકવા પર પ્રતિબંધ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ

ખંભાળિયા તા. પઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ બ્લુ ફ્લેગ સર્ટીફિકેટ ધરાવતો શિવરાજપુર બિચ એકદમ શાંત રળિયામણો અને પ્રાકૃતિક સમન્વયનું સુંદર નજરાણું છે. શિવરાજપુર બિચ એ દ્વારકાથી નજીક હોવાથી દ્વારકાધીશના દર્શને આવતા સહેલાણીઓ પણ મોટા પ્રમાણમાં અહીં આવે છે, જેથી દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ તેમને મળેલ સત્તાની રૂએ શિવરાજપુ બિચ પર પ કિલોમીટરની ત્રિજ્યામાં પ્લાસ્ટિકના ઉપયોગ/વપરાશ, વાહનોની અવરજવર, કચરો ફેંકવા તેમજ કેમ્પેઈન કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરેલ છે.

આ જાહેરનામું તા. પ-૪-ર૦ર૪ થી તા. ૩-૬-ર૦ર૪ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh