Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુનિવર્સિટીઓએ તૈયાર કરેલા સ્ટડી મોડલમાં આશંકાઃ
કેનબેરા તા. પઃ દુનિયાના સૌથી નાના ખંડ અને વિશાળ દેશ ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભયંકર દુકાળનો ખતરો મંડાઈ રહ્યો છે એવી ચેતવણી વૈજ્ઞાનિકોએ આપી છે. નવાઈની વાત તો એ છે કે થોડાક વર્ષો પછી શરૂ થનારો સંભવત દુષ્કાળ એક કે બે નહીં ર૦ વર્ષ સુધી ચાલી શકે છે. રિસર્ચ ટીમે ભૂતકાળમાં પડેલા દુષ્કાળના સમગ્ર સ્પેકટ્રમનો અભ્યાસ કર્યો હતો. કલાયમેટ મોડેલની મદદથી વૈજ્ઞાનિકોએ છેલ્લા ૧રપ૦ વર્ષના દુષ્કાળને સ્ટિમુલેટ કર્યા હતાં.
ઓસ્ટ્રેલિયાની અનેક યુનિવર્સિટીઓએ સંયુકત રીતે મળીને સ્ટડી મોડલ તૈયાર કર્યું છે. વૈજ્ઞાનિકોને આશંકા છે કે ઓસ્ટ્રેલિયામાં ઝડપથી એક મેગાડ્રોટ આકાર લઈ શકે છે. મેગા ડ્રોટ વર્ષો સુધી ચાલશે તો તેનો પ્રભાવ ઈકો સિસ્ટમ અને માનવીઓ પર પડશે. સાયન્ટિસ્ટોના ધ્યાનમાં આવ્યું છે કે પહેલા પણ આ પ્રકારના દુષ્કાળો નોંધાઈ ચુક્યા છે. ઔદ્યોગિક ક્રાંતિ પહેલા અને ર૦ મી સદીમાં રણ મેગાડ્રોટ જોવા મળ્યા હતાં.
એકાદ કે બે વર્ષના દુષ્કાળથી પર્યાવરણ અને ઈકો સિસ્ટમને ખાસ નુકસાન થતું નથી પરંતુ લાબા ગાળાના દુષ્કાળ ખૂબ જ ભયંકર અસર ઉભી કરે છે. કયારેક તો મેગાડ્રોટની અસર દાયકાઓ સુધી રહેતી હોય છે. સંશોધકોએ નોંધ્યું હતું કે અમેરિકાના દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં ર૧ મી સદીની શરૂઆતમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો, આ દુષ્કાળને ર૪ વર્ષ થયા પછી પણ તેની અસર ચાલુ રહી છે.
આ સ્ટડી સાથે સંકળાયેલા પ્રોફેસર નેરિલ અબરામે કહ્યું હતું કે જળવાયુ પરિવર્તનના લીધે દક્ષિણ પશ્ચિમી અને પૂર્વી ઓસ્ટ્રેલિયામાં લાંબા સમયથી દુષ્કાળ પડી રહ્યો છે. મર્રે ડાર્લિગ બેસીન ઓસ્ટ્રેલિયાનો સૌથી મોટો કૃષિ વિસ્તાર છે. આ એવા વિસ્તારો છે જ્યાં ધીમે ધીમે વરસાદનું પ્રમાણ ઘટશે ત્યારે દુષ્કાળનો ખતરો વધી જવાનો છે આ અંગેનો એક સ્ટડી રિપોર્ટ હાઈડ્રોલોજી અને અર્થ સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial