Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નાસાએ વીડિયો કેપ્ચર કર્યોઃ
વોશિંગ્ટન તા. ૧૦ઃ સૂર્યમાં ફરી સૌર વિસ્ફોટ થયો છે, જેનો વીડીયો નાસાએ શેર કર્યો હતો. વિજ્ઞાનીઓના કહેવા મુજબ ચાલુ વર્ષનો આ પ્રથમ સૌર વિસ્ફોટ હતો. જેના લીધે દુનિયાના ઘણા વિસ્તારોમાં રેડિયો બ્લેક આઉટની સ્થિતિમં સર્જાઈ હતી.
આ વિસ્ફોટ ૯ ફેબ્રુઆરી સવારે ૮ઃ૧૦ વાગ્યે થયો હતો. પણ સારી વાત એ છે કે પૃથ્વી આ વિસ્ફોટની લપેટમાં આવતા બચી ગઈ હતી કેમ કે પૃથ્વી પર સૌર જવાળાની સીધી ફાયરિંગ લાઈનમાં નહોતી પરંતુ આ સૌર જવાળાને કારણે દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને દક્ષિણ એટલાન્ટિકમાં શોર્ટ વેવ રેડિયો કમ્યુનિકેશન ઠપ થઈ ગયું હતું. અહેવાલ અનુસાર આ સૌર જવાળા સન સ્પોટ એઆર૩પ૭૬ માં થયો હતો. આ સનસ્પોટ પ ફેબ્રુઆરીએ એમ કેટેગરીની સૌર જવાળા અને પ્લાઝમાં વિસ્ફોટથી બન્યું હતું પણ ૮ ફેબ્રુઆરીએ આગળ નીકળી ગયું જેના લીધે પૃથ્વી આ સનસ્પોટની સીધી ફાયરિંગ લાઈનથી બહાર થઈ ગઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial