Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યમંત્રી-ધારાસભ્ય મૂળુભાઈ બેરાની સમજાવટથી
ખંભાળીયા તા. ૧૦ઃ ભાણવડ શહેરમાં સરકારી કન્યા શાળામાં અંગ્રેજી માધ્યમમાં પ્રવાસી શિક્ષકો એક સાથે રાજ્ય સરકારના નિયમ મુજબ છૂટા કરાતા વાલીઓ દ્વારા પાંચ દિવસથી ઉપવાસ આંદોલન શરૃ કરવામાં આવેલું તથા આ બાબતે પ્રાંત અધિકારી તથા જિ.શિ.ને આવેદનપત્રો આપવામાં આવ્યા હતાં.
ભાણવડ આવેલા રાજ્યમંત્રી તથા ખંભાળીયા-ભાણવડના ધારાસભ્ય મૂળુભાઈ બેરાએ આ મુદ્દે રસ લઈને ઉપવાસીઓને સમજાવીને આ આંદોલન પૂર્ણ કરાવ્યું હતું. રાજ્ય મંત્રી મૂળુભાઈ બેરાએ અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓમાં સ્થાનિક કક્ષાએ પ્રવાસી શિક્ષકો મળી રહેતા હોય તેની વ્યવસ્થા કરવા રાજ્યના શિક્ષણ મંત્રી ડિંડોર તથા પાનસેરીયાને રજુઆત કરી હતી. જિ.શિ. મધુબેન ભટ્ટને તથા ડીડીઓ ધાનાણીને જ્યાં સુધી રાજ્યમાંથી આ પ્રશ્ન હલ ન થયા ત્યાં સુધી સ્વભંડોળમાંથી રકમની જોગવાઈ કરી શિક્ષકો ફાળવવા આદેશ કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial