Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ર૪ના વડાપ્રધાન મોદીનું દ્વારકામાં રાત્રિ રોકાણઃ તડામાર તૈયારીઓ
દ્વારકા તા. ૧૦ઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દ્વારકા-બેટ દ્વારકાનો કાર્યક્રમ નક્કી થયા મુજબ તા. ર૪ના રાત્રિરોકાણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકા સર્કીટ હાઉસમાં કરશે. તા. રપના દિને દ્વારકાધીશના દર્શન કરી બેટ દ્વારકાના સીગ્નેચર બ્રીજને ખુલ્લો મૂકશે.
વડાપ્રધાનના આ કાર્યક્રમ માટે ગુજરાત રાજ્ય સરકાર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્રએ તડામાર તૈયારીઓ શરૃ કરી છે. ગઈકાલે સાંજે દ્વારકાના સર્કિટ હાઉસમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર જી.ટી. પંડયાએ સ્થાનીક અધિકારીઓ-દ્વારકા પ્રાંત અધિકારી ભગોરા, નગરપાલિકા ચીફ ઓફીસર નિશીત ઉદય અને ડીવાયએસપી પરમાર તથા ધારાસભ્ય પબુભા માણેકને સાથે રાખીને દ્વારકાના હોટલ એસોસિએશન, વેપારી મંડળો અને એનજીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં કલેકટર પંડયાના જણાવ્યાનુસાર તા. ર૪ ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદીનું રાત્રિરોકાણ દ્વારકામાં હોય અને ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિ ઉપર પ્રવાસનલક્ષી સુવિધા તેમજ શ્રીકૃષ્ણના શયનસ્થાન એવા બેટ દ્વારકાને ભૂમાર્ગે જોડતો સીગ્નેચર બ્રીજ ખુલ્લો મુકવાનો હોય ત્યારે વડાપ્રધાનના આગમન સાથે સમગ્ર દ્વારકા ક્ષેત્ર એક મહાઉત્સવ સાથે ઉપસી આવે તેવી તૈયારીઓ શરૃ કરવા અપીલ કરી હતી.
કલેકટરએ વડાપ્રધાનના કાર્યક્રમ અંગે વિગતો આપતા જણાવેલ કે, તેઓ દ્વારકાધીશના દર્શન કરી દ્વારકાના એનડીએચ હાઈસ્કૂલના વિશાળ ગ્રાઉન્ડમાં વિશાળ જનમેદનીને સંબોધન કરનાર છે. આ કાર્યક્રમ દરમ્યાન તા. ર૪મીએ રાત્રિના રાજ્ય સરકાર, પાલિકા, હોટલ એસો., વેપારી મંડળો, દ્વારકા તાલુકાની કચેરીઓ, જાહેર માર્ગાે, પ્રવેશ દ્વારો, દ્વારકાધીશના દ્વારકા બેટ દ્વારકાના મંદિરો સહિતના મહત્ત્વના સ્થળોએ રોશનીથી ઝળહળતા કરવાની તૈયારીઓ શરૃ કરવામાં આવી છે અને દરેક સંસ્થાઓને ડેકોરેટીવ કરવા બેઠકમાં અપીલ કરી હતી. આ ઉપરાંત ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ બેટ દ્વારકા તથા દ્વારકા શહેરમાં આવેલ તમામ મિલકતો, બજારો, રહેણાંકો વિગેરેને પણ લાઈટીંગ ડેકોરેશનથી સુશોભિત કરવામાં આવનાર છે.
આજે નરેન્દ્ર મોદીના પ્રસ્થાપિત કાર્યક્રમ અંગે ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ સચિવ, પ્રવાસન વિભાગના સચિવ તથા રાજ્યના અનેક અધિકારીઓ કાર્યક્રમની સુચારૃ વ્યવસ્થા અંગે દ્વારકા આવી રહ્યા છે. આજથી જ દ્વારકા શહેરમાં રખડતા પશુઓને અન્યત્ર ખસેડવા અભિયાન હાથ ધરવામાં આવનાર છે. ખાસ કરીને દ્વારકા શહેરમાં વિશેષ સફાઈ ઝુંબેશ પણ હાથ ધરાશે જે માટે બહારથી પણ સફાઈકર્મીઓ આવનાર છે. વડાપ્રધાનના મુલાકાતના પગલે કાયદો અને સુરક્ષા માટે પણ જિલ્લા પોલીસ વડા નીતેશકુમાર પાંડેય અને રાજ્ય પોલીસ વડાના માર્ગદર્શનમાં સુરક્ષાલક્ષી તૈયારીઓ શરૃ કરવામાં આવનાર છે. ધારાસભ્ય પબુભા માણેક દ્વારા દ્વારકા ક્ષેત્રના દ્વારકાથી ઓખા મીઠાપુર, સુરજકરાડી, આરંભડા અને બેટ દ્વારકામાં ઘરે-ઘરે તા. ર૪મીએ દીપ પ્રાગટ્ય કરવા માટે લોકોને અપીલ કરી છે. દ્વારકા પાલિકાના માજી સદસ્યોની ખાસ બેઠક બોલાવવામાં આવનાર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial