Advertisement
Author: નોબત સમાચાર

પેશાવર અને કવેટામાં ઈમરાન ખાનના સમર્થકો દ્વારા રસ્તા પર વિરોધ પ્રદર્શન

પાકિસ્તાનની ચૂંટણીના પરિણામો વચ્ચે

ઈસ્લામાબાદ તા. ૧૦ઃ પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલી અને પ્રાંતિય ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયા પછી પરિણમો આવી રહ્યાં છે. ચૂંટણીપંચ દ્વારા સત્તાવાર પરિણામો જાહેર કરવાનું શરૃ કર્યુ હતું. આ દરમિયાન પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા સહિત અનેક પ્રાંતોમાં હિંસા ફેલાઈ જવા પામી છે. જેલમાં બંધ ઈમરાનખાનની પીટીઆઈ અને બિલાવલની પીપીપીએ ઘણી સીટો ઉપર ગોટાળાના આક્ષેપો કર્યા છે.

પાકિસ્તાનની ચૂંટણીના પરિણામો સામે પીટીઆઈના સમર્થકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યાં છે. જ્યારે પેશાવરમાં ફરી મતગણતરી કરાવવાની માંગ કરવામાં આવી છે. ઈમરાનના હજારો સમર્થકો પેશાવરમાં હોવાનું મીડિયાના અહેવાલો જણાવી રહ્યાં છે. જ્યારે કવેટામાં સમર્થકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

પીટીઆઈના સમર્થકોએ જણાવ્યું છે કે, અમે પીએમએલએનની જીતને સ્વીકારીશું નહીં. અમારી પાસે કોઈ ચૂંટણી ચિન્હ નથી, નેતા કોઈ ધ્વજ કે બેનર નથી તેમ છતા અમે મેદાનમાં જીત્યા છીએ.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh