Advertisement
Author: નોબત સમાચાર

અમદાવાદ એરપોર્ટ સાતમા સ્થાનેઃ વર્ષ દરમ્યાન એક કરોડથી વધુ મુસાફરો નોંધાયા

દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં

જામનગર તા. ૧૦ઃ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં વર્ષ ર૦ર૩ માં ૧.૦૧ કરોડ મુસાફરોની અવર-જવર નોંધાઈ છે. ગત વર્ષે મુસાફરોની અવર-જવર મામલે સૌથી વ્યસ્ત એરપોર્ટમાં અમદાવાદ સાતમા સ્થાને છે. નાણાકીય વર્ષમાં ૧ કરોડ મુસાફરોનો આંક ગત વર્ષ કરતા પ૦ દિવસ પહેલાં જ હાંસલ કરી લેવાયો.

અમદાવાદ એરપોર્ટના સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ એરપોર્ટે ચાલુ નાણાકીય વર્ષમાં ૮ ફેબ્રુઆરી ર૦ર૪ સુધીમાં ૧૦ મિલિયનથી વધુ મુસાફરોને સેવા આપી નોંધપાત્ર સીમાચિન્હને પાર કર્યું છે. આ નોંધપાત્ર સિદ્ધિ ગત વર્ષની સરખામણીમાં પ૦ દિવસ વહેલા મળી છે. અગાઉ ર૯ માર્ચ ર૦ર૩ ના ૧૦ મિલિયન પેસેન્જર્સનો આંકડો પહોંચ્યો હતો. એરપોર્ટ હવે સરેરાશ ર૪૦ થી વધુ દૈનિક ફલાઈટ મૂવમેન્ટની સુવિધા આપે છે અને તેના બે ટર્મીનલ દ્વારા ૩ર,૦૦૦ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરોને પૂરી સેવા પાડે છે. ર૦ નવેમ્બર ર૦ર૩ ના એરપોર્ટે એક જ દિવસમાં ૪રરર૪ મુસાફરોને સેવા આપી હતી.

જ્યારે ૧૯ નવેમ્બરના ૪૦,૮૦૧ મુસાફરો અને ૧૮ નવેમ્બરના ૩૮,૭ર૩ મુસાફરોએ મુસાફરી કરી હતી. ૧૯ નવેમ્બર ર૦ર૩ ના ૩પ૯ ફલાઈટ મૂવમેન્ટ સાથે સમાન સમયગાળા દરમિયાન સૌથી વધુ ફલાઈટ મૂવમેન્ટ રેકોર્ડ કરવામાં આવી હતી. હાલ અમદાવાદ એરપોર્ટ ૪ર સ્થાનિક સ્થળોને સાત એરલાઈન્સ સાથે અને ૧પ ઈન્ટરનેશનલ ડેસ્ટિનેશનને ૧૮ એરલાઈન્સ સાથે જોડે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh