Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૦ઃ પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર ખેડૂતો માટે ૧૦.ર ટકા બજેટ ફાળવીને ખેડૂતોને સમૃદ્ધ બનાવે છે જ્યારે ગુજરાત સરકાર ખેડૂતો માટે ફકત ચાર ટકા બજેટ ફાળવણી કરે છે તેમ જામજોધપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમત ખવાએ એક નિવેદનમાં જણાવ્યું છે.
વિધાનસભા ગૃહમાં હેમત ખવાએ સચોટ આંકડાકીય માહિતી સાથે સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતાં. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકાર ફરી એક વખત ગામડાઓ, યુવાઓ અને ખેડૂત વિરોધી બજેટ લઈને આવી છે.
આ બજેટમાં ગ્રામ વિકાસ વિભાગને ર.૯ ટકા બજેટ ફાળવી જ્યારે મણીપુર, ઝારખંડ, બિહાર જેવા રાજ્યોમાં ગ્રામ વિકાસ માટે ૧૦ થી ૧૬ ટકા બજેટ ફાળવવામાં આવે છે. જ્યારે શહેરી વિકાસ માટે ૬.૩ ટકા એટલે કે ગ્રામ્ય કરતા બમણું બજેટ ફાળવાયું છે. સરકારની આવી નીતિના કારણે ગામડાઓની હાલત બદતર થઈ રહી છે. શહેરમાં ઝુંપડપટ્ટી અને મજુરોની સંખ્યા વધી રહી છે. પાછલા ત્રણ વર્ષમાં ગ્રામ વિકાસ વિભાગનું કે રાષ્ટ્રીય સરેરાશ પાંચ ટકા બજેટ રહે છે જ્યારે ગુજરાતમાં ફકત ર. ૯ ટકા બજેટ ફાળવી ગામડાઓની ઉપેક્ષા કરી છે.
તેવી જ રીતે કૃષિ કલ્યાણ ખેડૂત સહકાર વિભાગને તેલંગાણામાં કુલ બજેટનું ૧૬.૪ ટકા બજેટ ફાળવવામાં આવે છે. જયાં આમ આદમી પાર્ટીની સરકાર છે ત્યાં ૧૦.ર ટકા બજેટ ફાળવાય છે. જ્યારે ગુજરાતમાં ખેડૂતો માટે ૪ ટકા બજેટ ફાળવી અન્યાય કરવામાં આવે છે.
૧૮ર માંથી ૧૩૯ ધારાસભ્ય ગ્રામ વિસ્તારમાંથી ખેડૂતોના મત લઈને વિધાનસભામાં તેનું પ્રતિનિધિત્વ કરે છે પરંતુ ખૂબ જ ઓછા ધારાસભ્ય અવા જ ઉઠાવી રહ્યા છે. ૧૩૯ ધારાસભ્ય ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા હોવા છતાં પણ ખેડૂતો માટે ૪ ટકા રકમ ફાળવી છે. પંજાબની માફક ગુજરાતમાં પણ ખેડૂતોને સમૃદ્ધ બનાવવામાં આવે તે જરૃરી છે.
શિક્ષણ વિભાગ પાછળ કુલ બજેટનું ૧૪.૯ ટકા બજેટ ફાળવાયું છે. જ્યારે દિલ્લીમાં ર૪.૩ ટકા ફાળવાયું આથી દુનિયાની બેસ્ટ સ્કૂલો દિલ્લીમાં શરૃ થઈ રહી છે. અને દુનિયાના નેતાઓ પોતાની દિલ્લી મુલાકાત સમયે સ્કૂલોની પણ મુલાકાત કરી તેના ભરપેટ વખાણ કરે છે.
પાછલા બજેટો જોતા ચોક્કસ વિભાગોને ઓછા બજેટની ફાળવણી જોવા મળે છે. છેલ્લા ચાર-પાંચ વર્ષથી વણ વપરાયેલ બજેટ પણ નજરે ચઢે છે. ગત વર્ષમાં ઓબીસી, એસ.સી., એસ.ટી. અને માઈનોરીટી વિભાગનું ૧૪ ટકા બજેટ એટલે કે ૩૯૬ કરોડ વણ વપરાયેલ રહ્યું છે.
ગ્રામ વિકાસ વિભાગના ૧૮૬ કરોડ વણ વપરાયેલ ફલડ ઈન્વીટીગેશનની પાંચ ટકા રકમ વપરાઈ નથી. આથી સ્પષ્ટ થાય છે કે ભાજપ સરકાર ગામડાઓ, યુવાઓ, ખેડૂતો વિરોધી છે. આમ આદમી પાર્ટી આ બજેટને ખેડૂતો અને યુવા વિરોધી બજેટ ગણાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial