Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધઃ
જામનગર તા. ૧૦ઃ વડાપ્રધાન અંગે ઓબીસી બાબતે ટીપ્પણી કરનાર કોંગ્રેસ અગ્રણી રાહુલ ગાંધીના પૂતળા દહનનો કાર્યક્રમ ગઈકાલે ભાજપ દ્વારા આયોજીત કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસે ભાજપના આઠ કાર્યકર્તાની અટકાયત કરી હતી.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓબીસી વિશે અશોભનીય નિવેદન કર્યું હતું. આથી ભાજપ કાર્યકર્તાઓમાં રોષ ફેલાયો છે.
રાહુલ ગાંધીના નિવેદન સામે વિરોધ પ્રદર્શિત કરવા માટે જામનગર શહેર ભાજપ ઓબીસી મોરચા દ્વારા ગઈકાલે લાલબંગલા સર્કલમાં રાહુલ ગાંધીના પૂતળાદહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરા, મહામંત્રી વિજયસિંહ જેઠવા, ભાજપના કોર્પોરેટરો, આગેવાનો, ઓબીસી મોરચાના આગેવાન કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં જોડાયા હતાં. આ સમયે પહેલાંથી જ ત્યાં હાજર પોલીસે ભાજપના આઠ કાર્યકર્તાની અટકાયત કરી હતી અને પૂતળુ પણ કબજે કરી લીધું હતું. જ્યારે ભાજપના કાર્યકર્તાઓએ અન્ય ઘાંસનો જથ્થો સળગાવી પ્રતીક વિરોધ પ્રદર્શન કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial