Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જાહેરાત
નવી દિલ્હી તા. ૧૦ઃ લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી એક્ટિવ થઈ ગઈ છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક મોટી જાહેરાત કરી છે કે સમિટમાં ગૃહમંત્રીએ કહ્યું કે નાગરિકતા સંશોધન કાયદો (સીએએ) ચૂંટણી પહેલા દેશભરમાં લાગુ કરવામાં આવશે. હું સ્પષ્ટ કરવા માંગું છું કે સીએએ કોઈની નાગરિકતા નહીં છીનવે.
વિપક્ષ પર આરોપ લગાવતા કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું, નાગરિકતા સંશોધન કાયદાનો ઉદ્દેશ્ય માત્ર પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતીઓને જ નાગરિકતા આપવાનો છે જેઓ ધાર્મિક અત્યાચારનો સામનો કરી રહ્યા છે. આપણા મુસ્લિમ ભાઈઓને સીએએન લઈને ગેરમાર્ગે દોરવવામાં આવી રહ્યા છે અને ઉશ્કેરવામાં આવી રહ્યા છે.
થોડા દિવસો પહેલા કેન્દ્રીય મંત્રી શાંતનું ઠાકુરે દાવો કર્યો હતો કે, આગામી સાત દિવસમાં સીએએ લાગુ કરવામાં આવશે. નાગરિકતા સંશોધન કાયદો ડિસેમ્બર ર૦૧૯ માં જ સંસદમાં પસાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રાષ્ટ્રપતિએ આ બિલને મંજુરી આપી હતી અને કાયદો બની ગયો હતો. આ કાયદામાં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ધાર્મિક લઘુમતીઓને નાગરિકતા આપવાની પણ જોગવાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial