Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ અંતર્ગત
જામનગર તા. ૧૦ઃ આગામી તા. ૧પ ફેબ્રુઆરીના રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવશે. જેને ધ્યાનમાં રાખીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ, શિક્ષણ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ અને આઈ.સી.ડી.એસ.ના અધિકારીઓ અને કર્મચારીઓ માટે જિલ્લા કક્ષાના તાલીમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં સમગ્ર જિલ્લાના ૧ થી ૧૯ વર્ષના વયજુથમાં સમાવિષ્ટ નાગરિકો માટે શાળાઓ અને આંગણવાડીમાં બાળ આરોગ્ય, પોષણ સ્થિતિ, શિક્ષણ અને જીવનની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને કૃમિનાશક દવા આલ્બેન્ડાઝોલની ટેબલેટનું વિતરણ કરવામાં આવશે.
આ ઉપરાંત, તાલીમ સત્રમાં જામનગર જિલ્લાના અંદાજીત ર,૭૯,પ૩૩ લક્ષિત બાળકોને આવરી લેવા માટે માઈક્રોપ્લાન બનાવીને કામગીરી કરવા માટેની સૂચના આપવામાં આવી હતી. જેમાં આરોગ્ય વિભાગની સાથોસાથ શિક્ષણ વિભાગ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની મદદથી ૧૦૦ ટકા સિદ્ધિ હાસલ કરવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભાયા તથા જિલ્લા આર.સી.એચ. અધિકારી ડો. નૂપુર પ્રસાદ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial