Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાંચ મહિલા સહિત ઓગણત્રીસ સામે નોંધાયો ગુન્હોઃ
જામનગર તા. ૧૦ઃ ઓખામંડળના રૂપેણ બંદર પર ગુરૂવારે બપોરે બે જૂથ વચ્ચે થયેલી સશસ્ત્ર અથડામણની સામસામી ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે પાંચ મહિલા સહિત ૨૯ સામે ગુન્હો નોંધ્યો છે. ઈજાગ્રસ્તોને દવાખાને ખસેડાયા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં રૃપેણ બંદર પર વસવાટ કરતા ગુલામહુસેન ઈશાભાઈ લુચાણી નામના માછીમારે ગુરૃવારે બપોરે બારા કાંઠા પાસે રોકી જુમા ઈશા ઢોકી ઉર્ફે ડાડા, અબ્દુલ ઈશા ઢોકી, ઈસ્માઈલ ઈશા, ઈમરાન ઈશા, ઈશા જુસબ, હુસેન ઈશા, લાખા ઈબ્રાહીમ, સાહીલ લાખા, અલબક્ષ હુસેન ભેંસલીયા, સલમા ઈશા, જેનમ ઈશા, ઝાકીર ઈશા, શરીફાબેન અબ્દુલ ઢોકી તથા મરીયમ હુસેન ભેંસલીયાએ ભાલા, ધોકા, પથ્થર, ઢીકાપાટુ વડે હુમલો કરી માર માર્યાની ફરિયાદ પોલીસમાં કરી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ તેના મામા સતારની પુત્રી હાલમાં રીસામણે આવી છે અને તેણીએ કોર્ટમાં કેસ કર્યાે છે. તે દરમિયાન આ યુવતીના પિતા તથા સસરા વચ્ચે ચાલતા મનદુખમાં સતારનો ફઈના દીકરા ગુલામહુસેને બચાવ કરી ચઢામણી કરી હોવાની શંકા તેમજ સતારને મારવાની સામા પક્ષના લોકો વાતો કરતા હોય તેને સમજાવવાના પ્રયત્ન કરતા ઉશ્કેરાયેલા ઉપરોક્ત ચૌદેય વ્યક્તિએ હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ ફરિયાદની સામે ઈશા જુસબ ઢોકીએ વળતી ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું છે કે, ગુલામહુસેન ઈશા લુચાણી, મામદ ઈશા, ઈસ્માઈલ ઈશા લુચાણી અંગે જુમા ઈશા ઢોકી પોલીસને બાતમી આપી દેતો હોવાની શંકા પરથી ગુલામ હુસેન તથા અન્ય વ્યક્તિઓ પજવણી કરતા હતા. તેથી જુમાએ પોલીસમાં અરજી પણ પાઠવી હતી. તેનો ખાર રાખી ગુરૃવારે બપોરે ગુલામહુસેન તથા મામદ ઈશા, ઈસ્માઈલ ઈશા, જેનુલ ઈશા, ગફુર ઈશા, ઈરફાન ઈશા, કાસમ ઈશા, સતાર સુમાર ઢોકી, અસગર સતાર, શબ્બીર સતાર, સાદીક સતાર, હાસમ સુમાર, રૃકસાના હાસમ, ઈમરાન હાસમ, ઈશા હુસેન લુચાણીએ સમાધાનની વાતનું બહાનુ બનાવી પાઈપ, ધોકા ધારણ કરી ઈશા જુસબના ઘરમાં ઘૂસી જઈ હુમલો કરી માર માર્યાે હતો.
પોલીસે બંને ફરિયાદ રજીસ્ટરે લઈ કુલ ૨૯ વ્યક્તિ સામે હત્યા પ્રયાસ, રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે. આ હુમલામાં ઘવાયેલા વ્યક્તિઓને દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી બેને વધુ સારવાર માટે જામનગર રીફર કરાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial